Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પોરબંદર સાંદીપનિ વિદ્યા નિકેતનમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

જૂનાગઢઃ પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત એવં પ્રેરિત શ્રી સાંદીપનિ ગુરૂકુળમાં ઈંગ્લીશ મીડીયમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શકિત ખીલે તે માટે ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ જેવા અનેક વિષયોને લઈને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ મોડલ્સનું પ્રદર્શન યોજાયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં નાયબ જિલ્લા યુવા વિકાસ અધિકારી રસિકભાઈ મકવાણા અને સ્પોર્ટસ સંકુલના કોચ મનીષભાઈ જીલરીયા, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સીપાલશ્રી અને શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રાર્થના અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરીને પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. પ્રદર્શનમાં પૂજ્ય ભાઈશ્રી ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય ભાઈશ્રીએ કુલ ૧૯ જેટલા રૂમમાં ગોઠવાયેલી પ્રદર્શનની તમામ કૃતિઓને રસપૂર્વક નિહાળી હતી. અનેક વિષયોને લઈને આ પ્રદર્શન કુલ ૧૯ રૂમમાં યોજાયું હતું. અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ સહિત કુલ ૩૧૯ પ્રોજેકટસ અને ૫૫૬ જેટલા ચાર્ટસ દ્વારા આ પ્રદર્શન યોજાયેલ જેમાં કુલ ૬૩૭ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓએ તથા શહેરની અનેક સ્કૂલના બાળકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી તે તસ્વીર (તસ્વીર અને અહેવાલઃ વિનુ જોષી-જૂનાગઢ)

(11:37 am IST)