Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કુંકાવાવમાં વાતાવરણમાં પલટોઃ રોગચાળો વકર્યો

કુંકાવાવ તા ૫  :  ચોમાસાની ઋતુથી મચ્છરનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં વકરવા પામ્યો છે સ્કુલો, ઘરમાં પણ દવા છંટકાવની ખાસ જરૂરીયાત ઉભી થવા પામી છે.

તો બીજી બાજુ ગામની હોસ્પીટલો પણ દર્દીઓથી ભરચક દેખાય છે. સરકારી દવાખાનામાં સવારથી લોકોની લાઇનો લાગી રહી છે પ્રાઇવેટ દવાખાનામાં પણ પેશન્ટનો ધસારો જોવાય છે. આજુબાજુના ગામોથી પણ લોકો તાવ, શરદી, ઉધરસ ની ફરીયાદ સાથે આવતા હોય છે.

તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે સર્વે તેમજ દવા લઇ ઘર ઘરની કાર્યવાહી કરતા આશાવર્કરો કામગીરી કરતા હોય છે છતાં પણ  વધતી જતી સંખ્યાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ રહેલ છે.

મચ્છર જન્ય રોગમાં વધારો થવાની પણ પ્રબળ આશંકા સેવાય રહી છે. મુંગા અબોલ પશુ પણ માખી-મચ્છરથી ત્રસીત  છે તેના માટે પણ તંત્રે કામગીરી કરવી જરૂરી બની રહી છે તેવુ પશુ માલીકોનું પણ કહેવું છે.

(11:36 am IST)