Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

શાપર-વેરાવળમાં કારખાનામાં આગ : ૮૦ લાખનું નુકશાન

શાપર-વેરાળ, તા. પઃ શાપર-વેરાવળમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં આવેલા કેપ્ટન ટેકનો કાસ્ટ નામની ફેકટરીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કારખાનાના માલીક શૈલેષભાઇ કરશનભાઇ ભૂતએ જાણ કરતા રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફે ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ કારખાનામાં આવેલ વેકસ ડીપાર્ટમેન્ટમાં લાગી હતી. જેમાં વકેસ તેમજ મશીનરી, એ.સી., પ્રીન્ટર તથા પંખા બળી ગયા હતા. આગમાં અંદાજે ૮૦ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ થઇ રહી છે.

(11:36 am IST)