Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ડુમીયાણીના એન્જિનીયરીંગના છાત્રએ રાજકોટમાં ફિનાઇલ પીધું

હોસ્ટેલમાં રહી આત્મીય કોલેજમાં અભ્યાસ કરે છે

રાજકોટ તા. ૫: મુળ ઉપલેટાના ડુમીયાણી ગામના વતની અને હાલ રાજકોટ કાલાવડ રોડ પર આવેલી એમ.જી. હોસ્ટેલમાં રહી આત્મીય કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કરતાં સિકંદર માધવભાઇ બથવાર (વણકર) (ઉ.૨૦)એ રાત્રીના સાડા બારેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. સિકંદરના કહેવા મુજબ તે બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને રાજકોટ રહી એન્જિનીયરીંગના પાંચમાં સેમમાં અભ્યાસ કરે છે. પરિક્ષા અને અભ્યાસના ટેન્શનને કારણે આ પગલું ભર્યુ હતું.

(11:35 am IST)