Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ટંકારાના ૧૫ ગામોના ખેડૂતોએ શપથ લીધી

ટંકારા,તા.૫: તાલુકાના ૧૫ ગામોમાં મોનોકોટોફોસ અને લાલ લેબલ વાળી દવા બંધ કરવા માટે ત્રિદિવસીય કેમ્પેનનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ખેડૂતોએ આ દ્યાતક દવા પોતાના ખેતરમાં ન ઉપયોગ કરવાના શપથ લીધા હતા

એકશન ફોર ફ્રૂટ પ્રોડકશન અને BCI બેટર કોટન ઈનિસિએટિવ ગાઈડલાઈન મુજબ આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ ટંકારા તાલુકાના ૧૫ ગામો મા ખેડૂતો. મહિલાઓ. બાળકો. અને ખેત મજૂરો માટે કામ કરી રહી છે જે અંતર્ગત ગુરૂ શુક શનિ એમ ત્રિદિવસીય મોનોકોટોફોસ બંધ કરાવવાના કેમ્પેન ગામડે ગામડા અને ખેતરો ખુદીં ખેડુતો સુધી પહોંચી આ લાલ લેબલ વાળી દવાની દ્યાતકતા અને WHO દ્વારા ૧૧૨ દેશોમાં પ્રતિબંધિત અને ભારતમાં ૨૦૦૫ થી ખાદ્ય ચીજો પર જેનો વપરાશ કરવો ગુનો બને છે એવી મોનોકોટોફોસ દવા બંધ કરાવવા માટે સમજાવ્યા હતા.

સામે જાગૃત ખેડૂતો આ દવા વર્ષોથી એના ખેતરમાં ઉપયોગ નથી કરતા અને ઉપયોગ પણ નથી કરવા દેતાની જાણકારી આપી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે કેન્સર. ચામડીના રોગો. મંદબુદ્ઘિના બાળકો. અને અન્ય ગંભીર એવી બીમારીઓ મોનોકોટો દવાથી થતી હોય જેથી અમે આ દવાનો ઉપયોગ કરતા નથી અન્ય ખેડૂતો આ દવા વાપરતા હતા તેમને સંસ્થા દ્વારા યોગ્ય માહીતી આપતા આ દવા ન ઉપયોગ કરવાના શપથ પણ લીધા હતાઆ ઉપરાંત દંવા છંટકાવતી વખતે રાખવાની કાળજી ડેમો દેખાડી માહીતગાર કર્યા હતા

આ કેમ્પેન માં પ્રોજેકટ મેનેજર નિતીન બંસલના માર્ગદર્શન મા ટંકારા ના પ્રોજેકટ મેનેજર કિશનભાઇ વાળા ff આશિફ ભાઈ . બાદી ભાઈ જયેશભાઈ નીતાબેન. રક્ષાબેન. પરેશભાઈ તેમજ જાગુત ખેડુતો સહીતના કેમપેનમા જોડાયા હતા.

(11:34 am IST)