Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મીઠાપુર - સુરકરાડીમાં અલહૈદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઈચ તમામ સમાજની ૩૮૦ છાત્રોનું સન્માન

મીઠાપુર તા. ૦૫ : ઓાખા મંડળ તાલુકાના છેવાડાના વિસ્તાર મીાઠાપુર  સુરજકરાડી ખાતે એક ટ્રસ્ટ કે જે બાળકોના અભ્યાસ બાબતે ઉત્તમ  કામગીરી કરી રહ્યુ હોય તેના દ્વારા તાજેતરમાં તમામ સમાજના  આશરે ૩૮૦ જેટલા  વિદ્યાર્થીઓને ટ્રસ્ટના સિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરી બાળકો તેમજ વાલીગણને તો અભ્યાસ પ્રત્યે જાગૃત કર્યા ઉપરાંત કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુશ્રૂ પાડ્યુ છે. આ કાર્યક્રમમાં ટાટા કેમીકલ્સ લીમીટેડના પ્રેસીડેન્ટ કામથ સાહેબ, સ્ટાર ગ્રુપ બોર્ડ કંપનીના માલિક  હાજી સુલેમાનભાઇ પાસ્તા, જીવદયાપ્રેમી જગદીશભાઇ શાસ્ત્રીજી, ટીસીએસઆરડીના કામાણી સાહેબ, રેહાનાબેન શેખ, ઓખાનગરપાલિકાના પ્રમુખ ચેતનભા માણેક તથા ઉપપ્રમુખ  ચેતનભાઇ માઘાણી, રાજકોટથી આવેલા શ્રિ યુનિવર્સલ સ્કુલના શિક્ષીકાશ્રી , સીતાપરા તરૂણાબેન, તથા તેમના પુ્ત્રી ડો. મેઘના સીતાપરા, ડે. જેમને  હાલમાં બીડીએસ પૂર્ણ કેરલ છે. તથા તમામ સમાજના અગ્રણીઓ સહર્ષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ ટ્રસ્ટના પ્રમુખ હુસેનભાઇ શેખ, અને તેમની દીકરી બેનઝીર શેખ કે જેમને પણ હાલમાં બીડીએસ પુર્ણ કરેલ છે. ઉપપ્રમુખ આરીફભાઇ ચૌહાણ, જે.કે. પારીયા સાહેબ તેમજ મીઠાપુર - સુરજકરાડીના અકિલાના એજન્ટ અને મોબાઇલ એસોશીયેનના પ્રમુખ દિવ્યેશ જટાણીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. મહેમાનો દ્વારા પોતાના વકતવ્યમાં  ભણતર ઉપર વજન આપવા અને ટ્રસ્ટની આવી ઉમદા કામગીરી કરવા બદલ શુભકામના પાઠવી હતી. (તસ્વીર અહેવાલ -દિવ્યેશ  જટાણીયા, મીઠાપુર)

(11:31 am IST)