Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મોરબીમાં અસલમને મોદને છરી ઝીંકી

સગપણ નક્કી કરવાનું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૫: મોરબી લાતી પ્લોટમાં રહેતાં અસલમ કરિમભાઇ માણેક (ઉ.૧૮)ને રાત્રે નવેક વાગ્યે મોદન નામના શખ્સે છરીથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ મોરબી પોલીસને જાણ કરી હતી. અસલમનું સગપણ તેના સગાની દિકરી સાથે નક્કી થવાનું હોઇ તે બાબત મોદનને પસંદ ન હોઇ જેથી આ માથાકુટ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

(11:30 am IST)