Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

બીડી પીતા રાખ પડી !: ભાવનગરના બુધેલ ગામે પથારીમાં ભડકો થતા આધેડ સળગી મર્યા

ભાવનગર, તા. ૫ :. ભાવનગરના બુધેલ ગામે આધેડ શખ્સનું સૂતા હતા ત્યારે બીડી પીતા રાખ પથારીમાં પડવાથી ભડકો થતા દાઝી જતા મોત નિપજ્યુ હતું.

આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર નજીકના બુધેલ ગામે રહેતા રામજીભાઈ જગાભાઈ મકવાણા (ઉ.વ. ૭૦) તેના ઘેર સુતા સુતા બીડી પીતા હતા ત્યારે રાખ પથારીમાં પડતા ભડકો થતાં દાઝી જતા મોત નિપજ્યુ હતું.

વિંછીએ ડંખ મારતા મોત

ભાવનગર જીલ્લાના ગારીયાધારના મોટી વાવડી ગામે રહેતા દયાબેન વિનોદભાઈ ખેરાળા (ઉ.વ. ૨૮)ને વાડીએ વિંછીએ ડંખ મારતા ભાવનગરની હોસ્પીટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

(1:02 pm IST)