Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ગોંડલમાં અસમાજિકોનો ત્રાસ ચરમ સીમાઅે

લૂંટારુઓ માટે ગોંડલ બન્યું મોકળું મેદાન! ધોળા દિવસે ગોંડલના પોશ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ: ગોંડલના 24 કલાક ધમધમતા ગુંદાળા રોડ પર આવેલ જલારામ બેકરીમાં છરીની અણીએ લૂંટ: જો પોલીસમાં ફરિયાદ કરીશ તો અમે પાછા આવીને તને જાનથી મારી નાંખીશું: ખુલ્‍લી ધમકી

ગોંડલ: મંગળવાર બપોરે અંદાજે 1 કલાકે ગોંડલ ના હૃદય સમામાં પોશ વિસ્તાર ગુંદાળા રોડ રેલવે ફાટક પાસે આવેલ ગોકુલ ઓઇલ મિલ ની સામે જલારામ બેકરીમાં દુકાન માલિક યોગેશ જસુમલભાઈ તન્ના .31 પોતાની દુકાને વેપાર કરવા બેઠેલ હતા તેમના પિતાજી સુંદરભાઈ તન્ના ઘરે જમવા ગયેલ તે દરમ્યાન એક પલ્સર બાઇક પર ખરીદી કરવાના બહાને બે લૂંટારુઓ દુકાને આવ્યા અને ખરીદી કરતા કરતા દુકાનના કાઉન્ટર પાસે આવી જઈ દુકાનદાર સુંદરને છરી બતાવેલ અને દુકાનમાંથી આશરે રૂ.10000 ની ઉઘાડી લૂંટ કરી નાસી છૂટયા અને પોલિશ ફરિયાદ કરીશ તો અમે પાછા આવીશું અને તને જાનથી મારી નાંખીશું બાબતે ફરિયાદી યોગેશભાઈ તન્નાએ સીટી પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાની જાણ કરેલ છે.

(1:38 pm IST)