Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

જસદણના ખડવાવડીના મનસુખ મકવાણાને રૂરલ એસઓજીએ જામગરી બંદુક સાથે પકડયો

રાજકોટઃ રૂરલ એસઓજીના કોન્‍સ. રણજીતભાઇ ધાધલ અને ટીમે જસદણના ખડવાવડીના મનસુખ લક્ષમણભાઇ મકવાણા (અનુસુચિત જાતી) (ઉ.૪૭)ને ખડવાવડીથી હલેન્‍ડા જવાના જુના માર્ગના તળાવ પાસેથી રૂા. ૨૦૦૦ની કિંમતની ગેરકાયદે લાયસન્‍સ વગરની જામગરી બંદૂક સાથે પકડી લીધો છે. ભાડલાના પીએસઆઇ આર. એચ. ઝાલા વધુ તપાસ કરે છે.

(12:09 pm IST)