Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

વઢવાણનાં વડોદરમાંથી એક લાખની તસ્કરી

વઢવાણ તા.પ : વડોદ ગામે પરિવાર જન્માષ્ટમી કરવા અમદાવાદ ગયો હતો ને પાછળથી ઘરમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી રૃા.૯૭૯૦૦ નો મુદામાલ ચોરી કરી જતા આ વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વઢવાણ તાલુકાના વડોદ ગામે રહેતા રામજીભાઇ ગીરધરભાઇ સીતાપરા વાળંદનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ સાતમ આઠમના તહેવારો હોઇ રામજીભાઇ તેમના અમદાવાદ રહેતા પુત્ર રોહીતના ઘેર તા.૧ના રોજ ગયા હતા. બાદમાં બધ મમકાનમાં નિશાન બનાવી ત્રાટેકલ તસ્કરોએ તિજોરી તોડી તેમાં રાખેલુ સોના, ચાંદીના ઘરેણા, રૃા.૯૭પ૦૦ ની કિંમતના અને રોકડા રૃા.૪૦૦ મળી રૃા. ૯૭૯૦૦ ના માલની ચોરી કરી ગયા હતા. (૬.૧૩)

(11:59 am IST)