Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

મેળાનો આનંદઃ ભણવાની ઉંમરે નાની દિકરી પેટીયું રળવામાં જોતરાઈ ગઈ છે

મોટાદડવા : મેળાનો આનંદ સાથે બાળકની અગ્નિ પરીક્ષા... સાતમ અને આઠમના મેળાનું શ્રાવણ માસનું અનેરૂ મહત્‍વ છે ત્‍યારે બાળકથી લઈ વૃદ્ધોએ મેળાની રંગત માણી હતી. અહીં દ્રશ્‍યમાન ફોટો નાની લક્ષ્મી કહે છે, મારે મન શું મેળો બીજા બાળકો મને જોઈ આનંદ પ્રાપ્ત કરી મારો આનંદ તેમાં જ હશે ? બીજું જો કંઈક આડું અવળું જોવાય જાય તો પણ પડી જવાય આ બાલ્‍ય અવસ્‍થા એટલે આનંદ રમત અને મોજ પરંતુ અહીં પેટીયુ રળવા નિકળેલ સહપરિવાર આ બાળક પર પોતાની રોજી રોટી કમાઈ રહ્યું છે. વિકાસની વ્‍યાખ્‍યા અહીં વિનાશ જેવી લાગે છે. લોકો આકર્ષણ અને સાહસને દાદ આપી જોઈને બે પાંચ રૂપિયામાં મનોરંજન પ્રાપ્ત કરી આનંદ માણી લેતા હોય છે પરંતુ આ નાની દીકરી ભણવાની ઉંમર મોજ મજા કરવાની ઉંમરમાં માતા-પિતાના પેટીયુ રળવામાં સાહસ એ પણ નાની એવી થાળીમાં પોતાનો પગ મુકી દોરડા પર ચાલવાની પરાકાષ્‍ટા અહીં દ્રવી ઉઠે તેવી છે (તસ્‍વીરઃ બ્રિજેશ વેગડા-મોટા દડવા)

(11:59 am IST)