Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

વેગડી માંથી ૮૪ હજારનો દારૃ-બિયર ઝડપાયો

ધોરાજી તા.૬: ધોરાજી તાલુકાના વેગડી ગામની સીમમાં એક ઓરડીમાં કાર માંથી દારૃ ઉતારાતો હોવાની બાતમીના આધારે પીએસઆઇ જે.વી. વાઢિયા સહિતના સ્ટાફે દરોડો પાડી ૧૮૩ બોટલ વિદેશી દારૃ અને બિયરના ટીન નં.૨૪ કિ.રૃા. ૮૪,૦૦૦/- મળી આવતા કાર અને દારૃ મળી કુલ ૧.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી અફરોજ મનસા ફકીરની ધરપકડ કરી હતી જયારે રેડ દરમિયાન બે આરોપીઓ ફરાર થઇ જતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.(૧.૩૭)

(11:58 am IST)