Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ભાવનગરનાં કલ્યાણનગમાં ૩ લાખના મુદ્દામાલ સાથે જુગાર ધામ ઝડપાયું :ભાવનગર એલસીબીએ સાત શકુનિઓને દબોચી લીધા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ તહેવાર નિમીત્તે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં રમવામાં આવતાં જુગારનાં કેસો શોધી કાઢવા અંગે રાખવામાં આવેલ  ડ્રાઇવ સબબ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.

  ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.કોન્સ. ચંદ્દસિંહ વાળાને માહિતી મળેલ કે, અજય દીપસિંહ સોલંકી રહે.પ્લોટ નં.૫૦, કલ્યાણનગર, બાલયોગી નગર ની બાજુમાં,ઘોઘા રોડ, ભાવનગર વાળો તેના કબ્જા- ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.

 આ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં રોકડ ૨,૨૯,૪૦૦ ગંજીપતાનાં પાના, મોબાઇલ નંગ-૦૭ કિ.૧૧,૦૦૦ તથા અલગ-અલગ કંપનીનાં સ્કુટર નંગ-૩ કિ.૬૦,૦૦૦  મળી કુલ 3,૦૦૪૦૦નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ અને કરણ ભંડારી રહે.રજપુતવાડા, સુભાષનગર, ભાવનગર વાળા નાસી ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ. તેઓ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

  અજયભાઇ દીપસિંહ સોલંકી (ઉ.વ. 30) ( રહે.પ્લોટ નં.૫૦, કલ્યાણનગર,બાલયોગીનગર પાસે, ઘોઘારોડ,ભાવનગર,રાજેશભાઇ મોહનભાઇ કુકડેજા ઉ.વ.૪૨ રહે.રૂમ નં-૧૭૨ જુનુ સિંધુનગર સંતસેવારામ મંદીરની સામે ભાવનગર,સતીષભાઇ નરેશભાઇ કટારીયા ઉ.વ.૩૨ રહે.પ્લોટ નં.૧૯૯૯/બી-૩, ગોપાલ પાર્ક,સ્મશાન રોડ,જુનુ સિંધુનગર,ભાવનગર,મહેશભાઇ રતનમલ હાસેજા ઉ.વ.૪૬ રહે.રૂમ નં.૮૨,ન્યુ સિંધુ કેમ્પ, સિંધુનગર,ભાવનગર,લલીતભાઇ ઉર્ફે લાલો ચંદુલાલ સેવાણી ઉ.વ.૩૧ રહે.દેવુમાના મંદીર સામે,મફતનગર,સિંધુનગર, ભાવનગર,શંકરભાઇ ઉર્ફે ઇશ્કી સુમારમલ રાજાઇ ઉ.વ.૪૪ રહે.રૂમ નં.૧૧૧,ન્યુ સિંધુનગર,ગુરૂનાનક મંદીરની સામે, ભાવનગર,કિશનભાઇ નામદેવભાઇ સાવલાણી ઉ.વ.૩૫ રહે.રૂમ નં.૯૩૬/એ,લાઇન નંબર-૧,ન્યુ સિંધુનગર, ભાવનગર,આમ,કલ્યાણનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતાં ઇસમોને કુલ રૂ.૩,૦૦,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે જુગારધામ ઝડપી પાડવામાં ભાવનગર એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, રાકેશભાઇ ગોહેલ, ભહિપાલસિંહ ચુડાસમા ,કલ્યાણસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ ઝાલા, ચંદ્દસિંહ વાળા, રાજેન્દ્રસિંહ સરવૈયા,શકિતસિંહ ગોહિલ,ઇમ્તિયાઝભાઇ પઠાણ, ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(11:38 am IST)