Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ટ્રક હડતાલના પગલે મોરબીની ડબલ ચાર્જ બનાવતી સિરામિક ફેકટરીઓ તા ૧૫ મીથી એક માસ બંધ કરાશે.

નેનો ટાઈલ્સ ફેકટરીઓ બાદ હવે મોરબીની ડબલ ચાર્જ બનાવતી કંપનીઓએ એક માસ બંધ કરવાનો નિર્ણય કરાયો

મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ ચાલી રહી છે જેની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે અગાઉ નેનો ટાઈલ્સ ફેકટરીઓ બંધ કરવાનો નિર્ણય લેવાયા બાદ હવે મોરબીની ડબલ ચાર્જ બનાવતી કંપનીઓએ એક માસ બંધ કરવાનો નિર્ણય કરાયો છે
મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી છે ઉપરાંત રાજસ્થાનથી આવતું રો મટીરીયલ્સ રાજસ્થાન સરકારે બંધ કર્યું છે સાથે જ ભાડા અને રો મટીરીયલ્સના ભાવવધારા સહિતના પ્રશ્નોને પગલે આજે મોરબી સિરામિક એસો હોલ ખાતે ડબલ ચાર્જ બનાવતી કંપનીની મીટીંગ યોજાઈ હતી જેમાં ડબલ ચાર્જ બનાવતી ૫૫ જેટલી ફેકટરીઓ તા. ૧૫ ઓગસ્ટથી એક માસ સુધી પ્રોડક્શન બંધ રાખશે તો હાલ ડીસ્પેચ પણ બંધ છે તો આગામી તા. ૦૫-૯ ના રોજ રીવ્યુ મીટીંગ યોજાશે જેમાં આગળનો નિર્ણય કરવામાં આવશે
અગાઉ મોરબીની નેનો ટાઈલ્સ બનાવતી ફેકટરીઓ ૧૦ ઓગસ્ટથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે હવે ડબલ ચાર્જ ફેકટરીઓએ પણ પ્રોડક્શન અને ડીસ્પેચ હાલ બંધ કરવાનું નક્કી કર્યું છે તો આગામી દિવસોમાં મીટીંગ યોજીને સિરામિકની અન્ય પ્રોડક્ટ જેવી કે જીવીટી, પાર્કિંગ, ફ્લોર અને વોલ ટાઈલ્સ ફેકટરીઓ પણ બંધ કરવા અંગે નિર્ણય લેશે તેમ સિરામિક એસો પ્રમુખે જણાવ્યું હતું.

(9:38 pm IST)