Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સતત ત્રીજા વરસે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીનાં પ્રમુખ તરીકેનો તાજ પ્રીતિબેન દેસાઇના સિરે.

મોરબી : ક્લબના ચીફ પેટન હિતેશભાઈ પંડ્યા, immediate past નેશનલ ચેર પર્સન આશાબેન પંડ્યા તેમજ નેશનલ ચેર પર્સન અક્ષયભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ પ્રમુખ તરીકે સતત ત્રીજા વર્ષે પોતાની વરણી કરવામાં આવવા બદલ પ્રીતિબેન દેસાઇ નેશનલ હોદેદારો માટે આભારની લાગણી વ્યક્ત કરી છે.
ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખ તરીકેના બે વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઇએ પોતાના સહ હોદેદારો તેમજ તમામ સભ્યોને સાથે રાખી ક્લબના હેતુઓ,ઉદેસોને ફળીભુત કરવા સાથે અપૂર્વ ચાહના મેળવી છે. ત્યારે ક્લબના સિનિયર અગ્રણીઓએપણ નોંઘલીધીછે.તેમની સમાજ માટે અનેક રચનાત્મક, સામાજિક, સેવાકાર્યો કરી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીની મોરબી પંથકમાં એક આગવી ઓળખ ઉભી કરી ગૌરવવંતુ સ્થાન અપાવવા બદલ ક્લબના હોદેદારો,સભ્યશ્રીઓ તેમજ બોર્ડ દ્વારા પ્રીતિબેન દેસાઇને સતત ત્રીજા વરસે, ત્રીજી ટર્મ માટે પ્રમુખ તરીકે બાગડોર સોંપવા સર્વમાન્ય નિર્ણય લેવાયો છે.
પ્રમુખ પ્રીતિબેન દેસાઇનો ઇન્સ્ટો  લેશન સમારોહ ઈન્સ્ટોલેશન ઓફિસર નિરુપમા બેન વાગડીયા ઉપસ્થિતિમાં તા 8.8.21ના રોજ સવારે 11 વાગ્યે હોટલ મહેશ ખાતે યોજાનાર હોવાનુ યાદીમાં જણાવાયુ છે.

(7:27 pm IST)