Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબી મંત્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતામાં " કિશાન સન્માન દિવસની ઉજવણી કરાઇ.

મોરબી જિલ્લામાં કાર્યક્રમના પાંચમાં દિવસે  ‘કિસાન સન્માન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘કિસાન સન્માન દિવસ’નો મુખ્ય કાર્યક્રમ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ, પ્રવાસન મંત્રી  વાસણભાઇ આહીરની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટા દહિસરા ખાતે  યોજાયો હતો

  કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ અને વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો/ હુકમો/ કીટ અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ  જીવંત પ્રસારણ નિહાળીયું હતું 

  આ કાર્યક્રમ માં પૂર્વ ધારાસભ્ય  કાંતિભાઈ અમૃતિયા, જીલાલ કલેકટર  જે.બી પટેલ એસપી  ઓડેદરા ,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઈ (બાબુભાઇ) હૂંબલ, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા તથા જયુભા જાડેજા, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, માળીયા તાલુકા ભાજપ મહામંત્રી અરજનભાઈ હૂંબલ અને મનીષભાઈ કાંજીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ  અરવિંદભાઈ વાંસદડીયા, જામનગર શહેર કિસાન મોરચા પ્રભારી ચંદુભાઈ હૂંબલ માળીયા તાલુકા કારોબારી અધ્યક્ષ નિર્મલસિંહ જાડેજા, મોરબી માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર  વિજયભાઈ હૂંબલ, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા ઉપસ્થિત રહ્યાં હતાં

(7:26 pm IST)