Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબીમાં અગાઉ થયેલ ઝધડાનો ખાર રાખી વ્હોટસઅપમાં કોલ અને મેસેજ કરી ધમકી આપી

મોરબીમાંની માળિયા ફાટક નજીક બે શખ્સોએ યુવાનને સહિતનાને ફરિયાદ પાછી ખેચી લેવા મામલે ફોનમાં વ્હોટસઅપમાં કોલ તથા વોઈસ રેકોડીંગ ગાળાઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
  મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર એસ્સારપંપ નજીક રહેતા પ્રકાશભાઈ ખેંગારભાઈ ગોલતર (ઉ.૨૮) એ અગાઉ થયેલ ઝધડા બાબતે આરોપી નવઘણભાઈ મોહનભાઈ બાંભવા અને ભરતભાઈ આંબલિયા સામે એ ડીવીઝન પોલીસમાં કરેલી ફરિયાદ પાછી ખેચી લેવા બાબતે આરોપી ભરતભાઈ આંબલીયાએ ફરિયાદી પ્રકાશભાઈને ફોનમાં વ્હોટસઅપ કોલ તથા સાહેદ મેઘરાજને આરોપી નવઘણભાઈ બાંભવાએ વ્હોટસઅપ પર વોઈસ રેકોડીંગ મોકલી બન્નને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:58 pm IST)