Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જામનગરનાં ફલ્લામાં પિતાને પુત્રીઓએ કાંધ આપી

(મુકેશ વરીયા દ્વાર) ફલ્લાઃ દેશમાં દિકરીનું મહત્વ વધારવા માટે સરકાર અને સંસ્થાઓ અવનવા કાર્યક્રમો આપી રહી છે ત્યારે દિકરીઓ પણ દિકરા સમોવડી બનવા પ્રયત્નો કરી રહી છે. તાજેતરમાં જામનગર તાલુકાનાં ફલ્લા ગામે રહેતા મુળ સતાપર (જામજોધપુર) નાં નિવૃત શિક્ષક જેન્તીભાઇ રતનશીભાઇ રાયઠઠાનું અવસાન થતાં તેમની ચારેય પુત્રીઓ રક્ષાબેન જીતેશભાઇ, હેતલબેન અશ્વીનભાઇ દેવાણી, કાજલબેન જીતભાઇ કાછોલા, રાજલબેન મીલાપભાઇ દેવાણીએ પોતાનાં પિતાને કાંધ આપી હતી. આમ દિકરી પણ દિકરા સમાન હોવાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતું.

(12:54 pm IST)