Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જામનગરમાં પગાર સહિતના મુદ્દે જી.જી. હોસ્પિટલના પ૦૦ થી વધુ જુનીયર તબીબો બીજે દિ' હડતાલ ઉપર

જામનગરઃ જી.જી. હોસ્પિટલમાં ૫૦૦થી વધુ જુનિયર તબીબો હડતાળ પર ઉતર્યા છે. બોન્ડ, બદલી, ૭માં પગાર પંચ સહિતની ૪ માંગણીને લઈ તબીબોે વિરોધ કરી રહ્યા છે. નિમણૂક સમયે ૧૦ લાખના બોન્ડ અને સીવિલમાં ડ્યુટી કરવાની શરત હતી. જે શરતો નો પણ ભંગ કરાયાનું આક્ષેપ લગાવાઇ રહ્યો છે. જ્યા સુધી સરકાર પોતાના નિર્ણય નહીં બદલે ત્યાં સુધી હડતાળ રહેશે.હાલ ઇમરજન્સી સેવા સિવાયની તમામ ઓપીડીની સેવાઓ બંધ કરાઈ છે. જો કોઈ નિર્ણય નહીં આવે તો સાંજથી ઇમરજન્સી સેવા પણ બંધ કરવા ચીમકી આપવામાં આવી છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર, અહેવાલ : મુકુંદ બદિયાણી)

(12:53 pm IST)