Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમ યોજાયો

 કુંડલાઃ આજે મહિલા સુરક્ષા અભિયાન અંતર્ગત સાવરકુંડલા  શહેરમાં મેઈન બજાર  ખાતે આવેલ ચોકમાં કૉંગ્રેસ પક્ષ ના કાર્યકરો પહોચ્યા હતા અને પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદશન કર્યું હતું.  સાવરકુંડલા તાલુકા પ્રમુખ મનુભાઈ ડાવરા  તાલુકા ઉપ પ્રમુખ દિપક સભાયા તાલુકા પંચાયત સભ્ય જશુભાઈ ખુમાણ મકવાણા, અશ્વિન ધામેલીયા ખીમજી ભાઈ બગડા નવિનભાઈ ગુદ્રનિયા  યુવા આગેવાન ભૌતિક શુહાગિયા કુમન રૈયાણી, હૈદર ભાઈ સરપંચ, હિતેશ જયાણી, જયરાજભાઈ ખુમાણ સહિતના  પાલિકા સદસ્ય સહિતના કોંગ્રેસ પક્ષના તમામ સંગઠનના હોદ્દેદારોે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ ચૂંટાયેલા પૂર્વ નેતાઓ, તમામ પૂર્વ પ્રમુખઓ  અને કોંગ્રેસની વિચારધારા ને અનુસરતા તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને સાવરકુંડલા શહેર માં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હર્તું.

(12:51 pm IST)