Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જામનગરમાં પૈસાની લેતી–દેતી બાબતે માઠુ લાગી જતા ફાંસો ખાધો

જામનગર, તા.૫: અહીં રાંદલનગર, હાઉસીંગ કવાર્ટરની બાજુમાં રહેતા ગીરીરાજસિંહ ઉર્ફે સની અનિરૂઘ્ધસિંહ ઝાલા, ઉ.વ.૧૮ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, અનિરૂઘ્ધસિંહ ખુમાનસિંહ ઝાલા, ઉ.વ.૪ર, રે. રાંદલનગર, હાઉસીગ કવાર્ટરની બાજુમાં, જામનગરવાળા ને પૈસાની લેતી–દેતી બાબતે માઠુ લાગી જતા પોતાની જાતે ઘરે બાથરૂમમાં ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

જમીન બાબતે બઘડાટી બોલતા માર માર્યાની રાવ

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પરબતભાઈ વેજાભાઈ સોલંકી, ઉ.વ.પપ, રે. ઝીણાવારી ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝીણાવારી ગામે ફરીયાદી પરબતભાઈની જમીન આવેલ હોય જે જમીન બાબતે રમેશ જેશાભાઈ સોલંકી એ ફરીયાદી પરબતભાઈ સાથે અવાર–નવાર બાલચાલી કરતા હોય તેમજ ફરીયાદી પરબતભાઈની વાડી પાસે આરોપી રમેશ જેશાભાઈ સોલંકી, હરેશ ઉર્ફે હરૂ જેશાભાઈ સોલંકી ફરીયાદી પરબતભાઈ પાસે આવી આરોપી રમેશભાઈ  તથા જાંજીબેન જેશાભાઈ સોલંકી એ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપી  હરેશ એ લાકડાના ધોકા વડે ડાબા પગના કંડામાં મુંઢ ઈજા કરી આરોપી ગુગડીયો રમેશભાઈ સોલંકી એ કુહાડીનો હાથાનો એક ઘા ફરીયાદી પરબતભાઈના કપાળના ભાગે મારી લોહીની ફુટની ઈજા કરી પકડી રખી આરોપી રમેશભાઈ તથા હરેશ ઉર્ફે હરૂ એ લાકડાના ધોકા વડે શરીરે વાસાના ભાગે સામાન્ય મુંઢ ઈજા કરી આરોપી રમેશભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

મોટખડબા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા : ત્રણ ફરાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રૂતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટા ખડબા ગામમાં આવેલ પ્રાથમીક શાળા સામે આવેલ સ્ટ્રીટ લાઈટના અજવાળે, જાહેર રોડ ઉપર આ ામના આરોપી સુરપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ નાથુભા જાડેજા, યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા, મુળુભા બાલુભા જાડેજા, ખુમાનસિંહ જટુભા જાડેજા, રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂપિયા ૩રર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ હરપાલસિંહ મહીપતસિંહ જાડેજા, નિકુળસિંહ ભીમભા જાડેજા, હરદીપસિંહ ગુલાબસિંહ જાડેજા ની અટક બાકી હોય આ અંગે પોલીેસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોડીયામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જગદીશભાઈ હીરામણભાઈ જોગરાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૮–ર૦ર૧ના મફતીયાપરા, નાનોવાસ, સહકારી મંડળી પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપીઓ રફીકભાઈ ઈસાકભાઈ જામ, વલીભાઈ ઈશાકભાઈ જામ, ફરીદભાઈ સીદીકભાઈ નાઘીયા, કરીમભાઈ હાસમભાઈ સાંમતણી રે.જોડીયા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩ર૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલ બસ સ્ટેન્ડ માંથી મોટરસાયકલ ચોરાયું

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મેહુલભાઈ મનસુખભાઈ હીંન્સુ ઉ.વ.ર૮, રે. ખારવા ગામ, તા.ધ્રોલવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૭–ર૧ના ધ્રોલ બસ સ્ટેન્ડ ના સામેના ભાગે ફરીયાદી મેહુલભાઈએ પોતાના હવાલાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી.નં.જી.જે.–૦૩–બી.જી. –૮૭૧૯ જેની કિંમત રૂ.૧૪,૦૦૦/– નું પાર્ક કરેલ હતું તે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સડોદર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૌશીકભાઈ દેવાયતભાઈ કાંબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, સડોદર ગામે હમીરભાઈ અમરાભાઈ ડાભીની વાડીના શેઢે જાહેરમાં આરોપીઓ અરવિંદભાઈ ઉર્ફે કારાભાઈ મુળજીભાઈ ડાભી, અનિલભાઈ ઉર્ફે મનકો ખીમાભાઈ રાઠોડ, ખીમજીભાઈ હાજીભાઈ વાલ્વા, માવજીભાઈ હિરાભાઈ વારગ્યા રે. સડોદર ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા રપ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદેવસિંહ મંગલસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર ભલારાદાદ મંદિર ના પુલ પાસે રોડ ઉપર નાગરાજસિંહ રણજીતસિંહ જાડેજા, રે. મેમાણા ગામ વાળો દારૂ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:49 pm IST)