Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પોરબંદરની સ્થાપનાને ૧૦૩ર વર્ષ પુર્ણઃ આવતીકાલે નામકરણ દિન

શ્રાવણ સુદ ૧પ તા.૬ ઓગષ્ટ-૯૯૦ ઘુમલીના જેઠવા વંશના રાજવી સ્વ.બાષ્કલ દેવ મહારાજે અસ્માવતી નદી સંગમ સ્થાને નામકરણનું તોરણ બાંધી પોરબંદરનો વિશ્વ સાથે જળ વ્યવહાર શરૂ કરાવેલ : અંગ્રેજોએ પોરબંદર સ્ટેટ ઉપર વહીવટી શાસન (એડમીન્ટ્રેશન) મુકયા બાદ પોરબંદરને બંધારણ મળ્યું અને સ્ટેટમાં સાધન સુવિધા વધ્યા તેમજ જાહેર બાંધકામો થયેલ

પોરબંદર, તા., ૫: પોરબંદરની સ્થાપનાને ૧૦૩ર વર્ષ પુર્ણ થઇ રહેલ છે. આવતીકાલે પોરબંદરનો નામકરણ દિન છે.

ઇ.સ.  પ્રમાણે આવતીકાલે  ૬ ઓગષ્ટ ર૦ર૧ના પોરબંદરનો નામકરણ દિન અને પોરબંદરની સ્થાપનાને  એક હજાર એકત્રીસ વરસ પુર્ણ કરી વિક્રમ સવંત ર૦૭૭ના અષાઢ વદ ૧૩ શુક્રવાર પુર્ણ ૧૦૩૨ એક હજાર બત્રીસમાં વર્ષ પ્રવેશ કરેલ છે. આજથી એક હજાર એકત્રીસમાં વરસે શ્રાવણ સુદ ૧પ તા.૬ ઓગષ્ટ ૯૯૦ જે તે સમયે જેઠવા વંશની રાજધાની ઘુમલી હોય જેથી ઘુમલીના જેઠવા વંશના રાજવી સ્વ.બાષ્કલદેવ યાને બુખાજી મહારાજે પોરબંદર આવી જયા અરજી સમુદ્ર અને નાની એવી નદી અસ્માવતી (વર્તમાન ઓળખ ખાડીની રહી છે) નદીના સંગમ સ્થાન પર આવી વિશ્વ સાથે પોરબંદર વ્યાપાર સાથે જોડી જળ વ્યવહારથી પોરબંદર વિકાસ શરૂ કર્યોે મોટા ભાગનો પોરબંદરનો વ્યવહાર જળમાર્ગે આફ્રિકા ખંડમાં માડાગાસ્કર તથા આરબ રાષ્ટ્રો સાથે રહેલ અને જોડાયેલ છે. પોરબંદરના વિકાસ દ્વાર ખુલ્લા કર્યા. એક સમયે ઘુમલી સુધી પોરબંદરના અરબી સાગર હિલારો મારતો મોજા ઉચ્છાળતો આજે પણ બંદરીય અવશેષો વહાણ બાંધવાના નિશાન મોજુદ છે મળી આવેલ છે.

એક હજાર વરસ પુર્વ જેઠવા વંશના રાજવીની દીર્ઘદ્રષ્ટી પોરબંદરના વિકાસની રહી તેમજ ખારવા સમાજને તેમજ વસાહત શ્રમીક વર્ગને રોજી રોટી વિકાસ સાથે સમૃધ્ધીનો પણ વિકાસની શરૂઆત કરી.

પોરબંદરનો ઇતિહાસ જેઠવા રાજપુત વંશના ઇતિહાસ સાથે સંલગ્ન છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડ જંબુદ્રીપમાં આવેલા રાજપુતોમાં જેઠવા સૌ પ્રથમ છે. હનુમાનવંશી મનાતા આ કુળના પુર્વ જ મકરધ્વજ હતા. મકરધ્વજની ચોકીબેટ શંખોદ્વારમાં છે. મોરધ્વજે મોરબી વસાવ્યું.જેઠવા વંશની  સતા મોરબી નાગના બંદર પિરોતન, અજાડ, બેટદ્વારકા હતી. ત્યાંથી લીયાણી શ્રીનગર આવી. છેલ્લે શીલકુમારે ઘુમલીમાં રાજધાની સ્થાપી. તેનો સબંધ દિલ્હીના અનંગ પાળ સાથે હતો. જેઠવા વંશમાં જેઠુજી મહારાજ થયા ત ેના વંશ જેઠવા કહેવાયા. એમ નામ છે. આ તરફ આવેલા ક્ષત્રીયમાં જયેષ્ઠ  હતા. તેઓ જેઠવા અને તેઓનો પ્રદેશ તે જયેષ્ઠુક દેશ કહેવાયો. પાછળના યુગમાં મિયાણીથી માંગરોળ, ચોરવાડ સુધીનો પ્રદેશ જેઠવાડ કહેવાયો હતો. જેઠવા પદ ધારણ કરનાર છેલ્લો રાજા સંગજી જેઠવો પરાક્રમી થયો. તેણે વાઘેલા પર વિજય મેળવ્યો અને રાણાનો કિતાબ પામ્યો. રાણો સંગજી કહેવાયો. એ રાણાસિંહ પછીના રાજવીઓ રાણા કહેવાય. જેઠવાની સતા ઘુમલી, ઢાંક, મોરબી પર હતી. સિધ્ધનાથના શિષ્ય રસવૈદ નાર્ગાજુન જેઠવા ઢાંકના હતા. જેઠવા કુળમાં કુમાર હુલામણ થયા તેને પરમાર રાજકુંવરી સોનવરી તેન  લોકવાર્તા (હાલમણ જેઠવો-સતી સોન) પ્રસિધ્ધ છે.  મેહ જેઠવોને ઉજવીની કથા પણ લોકકંઠે છે.

બરડાના દુહામાં અને લોકસાાહિત્યમાં આ વાર્તાઓ જીવંત છે. હલામણ સૈન્ધવો સાથે એક લાગે છે. જયારે મેહ અણહીલ પુરના સોલંકી સાથે સબંધમાં જણાયો છે. કુતબુદીને રાણા વિશ્વાજીને મોરબીમાંથી રાણા વિશ્વાજીને મોરબીમાંથી હરાવી કાઢયા. બારમી સદીમાં વિજયસિંહે બરડામાં રાજય વિસ્તાર્યુ. નાગના બંદર જેઠવા સતા નીચે જ હતું. વિજયસિંહની પાંચમી પેઢીએ રાણા ભાણ જેઠવા ઘુમલી પર હતા. ને ઇ.સ. ૧૩૦૭ માં ગાદીએ આવ્યા. તેના સમયમાં સોનકંસારી અને સખાયત બાબરીયાની કથા બની. વાર્તા પણ સૌરાષ્ટ્રની લોકકથામાં આવી. સતી સોન બ્રાહ્મણોના શાપથી ઘુમલીનું પતન થયું એમ મનાય છે. (અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનીકીય યાને થાનકી બરડાઇ બ્રાહ્મણો ઘુમલીનું પાણી પીતા નથી તે જેઠવા વંશના કપાળ ગોર છે)

સિંઘના જામ બામણીઓ  તેના બાપ ઉન્નડ જામનું વેરલેવા ઘુમલી ચડાઇ લાવી તેનો ધ્વંશ કરી ગયો. રાણાભાણ ઘુમલી તજી રાણપુર વસાવી ત્યાં રાજધાની કરી રહયા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સ્થાનીક  થાનકી બરડાઇ બ્રાહ્મણ ઘુમલીનું પાણી આજની તારીખે પીતા નથી. તેમના દેવના કરી કરી ઘુમલી બાજુમાં બરડાઇ જ્ઞાતિના વર્તમાન સંત પૂ. ત્રિકમાચાર્યજીના સ્થાનક બાજુની વાવે આવી પાણી પીએ છે. દેવકાર્યમાં પણ નૈવેધ વગેરેમાં ઉપયોગ કરે છે. જેઠવા વંશ ઉજવળ પણ સ્થાનીક થાનકી બ્રાહ્મણો છે. કચ્છના રાજવી પાસે જેઠવા વ઼શનોઉચ્છેર થયેલ. ત્યાંથી સલામત લાવી ગાદી વારસ જાહેર કરેલ.

જેઠવા કુળમાં બખુજી થયા તે જ મહારાજ બાષ્કલદેવ જેણે પોરવેલાકુલ પાસે જયેષ્ઠકુક દેશે બ્રાહ્મણને ભુમી આપી દશમી સદીમાં દાનપત્ર કરી આપેલ. બીજા બખુજી પરથી બરડામાં બખરલા ગામ વસ્યું છે. રાણા રાણોજી ઇ.સ.. ૧૩૯રથી ૧૪ર૦ થયા તેણે ગુજરાતની સુલતાનની ચડાઇ અને સિંઘના જામના હુમલા છતા નાગના બંદર અને જેઠવાનો મુકલ તાબે રાખ્યો. રાણા ભાણજી બીજા ઇ.સ. ૧૪૬૧  ૧૪૯ર ના સમયમાં મહેમુદ બેગડાની ચડાઇઓ અને જીતથી સૌરાષ્ટ્રના રાજાઓને ખંડણી ભરવી પડી. ભાણજી તેમાં આવી ગયા. ભાણ જેઠવે પોતાના અધિકાર નીચેના માંગરોળમાં ભલ પરણાવે ભાણ એ લગ્ને અઢારસો કન્યાઓને કન્યાદાન આપ્યા.

રાણા ખીમાજી ઇ.સ. ૧પ૧પ-૧પપ૦ ના સમયમાં જામરાવલની સરદારી નીચે જાડેજાઓ મુલ્ક દબાવતા આવ્યા. નાગના બંદર ગયું. જેઠવાને ત્યાં કાઢયા અને રાવલ જામે જામનગર વસાવ્યું. જેઠવા રાજની પડતી થવા લાગી. રાણા રામદેવજી ઇ.સ. ૧પપ૦ -૧પ૭પ ખીમાજી પછી તેના પુત્ર રામદેવજી ગાદીએ આવ્યા. રાણા રામદેવજી જામ વિભાજીના દોહીત્ર હતા. જામસતાજી રામદેવજીના મામા થાય તેણે રાણા રામદેવજીને નગર બોલાવી દગાથી ઘાત કર્યો. લશ્કર મોકલી રાણપુર તાબે કર્યુ. રામદેવજી પછી તેના પુત્ર ભાણજી જેઠવા ગાદી વારસ થયા તેના રાણી કલાબાના તથા કુંવર ખીમાજી સાથે બરડાના આશ્રય લઇ રહયા. છેલ્લે છયામાં ત્રણ વડના ઝુંડ ત્રવડામાં રાણાના કુટુંબે છાયાના ગરાસીયા અને ઓડદરના મહેર વડેરાની સહાયથી દિવસો કાઢયા. રાણા ભાણનો દમના દર્દથી દેહ પડયો. યુવરાજ ખીમાજીને બાજુમાં રાખી છાયામાં રાજમાતા કલાબાઇએ જેઠવા સતા જારી રાખી ઇ.સ. ૧પ૯૧માં ધ્રોળ પાસે ભુચર મોરીના યુધ્ધમાં અકબરના સૈન્યે જામસતાજીને હાર આપી. સતાજી નગર છોડી ડુંગરમાં આશ્રય લઇ રહયા. જામની સતા નબળી જોઇ રાજમાતા કલાબાઇ અને રાણા ખીમાજીએ તક ઝડપી જેઠવા મહેર તથા રબારી વગેરે લશ્કર એકઠુ કરી પોતાનો ગયેલો મુલ્ક સર કરવા યુધ્ધ શરૂ કર્યુ. જામ નોંધણી બોખીરા સુધી આવીબેઠો હતો.

આ જામના લશ્કરને હરાવી હટાવી રાણપુર,ઘુમલી સુધીનું રાજય હાથ ધર્યુ. ભારવાડાની ભાદાધાર પાસે રાણાના લશ્કરને જામ લશ્કર વચ્ચે ભારે યુધ્ધ થયું તેમાં ઘણા મહેર યુવાનો કામ આવ્યા હતા વિજયી રાણા ખીમાજી બરડાધીપતીનો મોભો મેળવ્યો. છાયાનો ગઢ મજબુત કરી રાજધાની રૂપ કર્યો. ખીમાજીના સમયમાં વૈષ્ણવ આચાર્યજી છાયા પોરબંદરમાંૅ પધાર્યા, નિજાનંદ સંપ્રદાયના શ્રી પ્રાણનાથજી પણ નવી બંદર થઇ પોરબંદર પધારેલ. વૈષ્ણવ રાજકુટુંબ ધર્માચાર્યનું સ્વાગત કરતું (છાયા ગોપલાલજીની હવેલી આવેલ છે હૈયાત છે.)

ખીમાજીના પૌત્ર સુરતાનજી પહેલા ઇ.સ. ૧૬૭૧-૧૬૯૯ તેણે છાયામાં રહી મુગલાઇ સતામાં ઓટ જણાતા બંદર ઉપર નાનો કોટ બંધાવી પોરબંદર પર સતા જમાવવા માંડી. રાણા ભાણજી ચોથાએ ઇ.સ. ૧૬૯૯ થી ૧૭૦૯ સુધી પિતાના ધોરણે જેઠવા સતા છાયા પોર પર ચાલુ રાખી. મોગલાઇ સતાની નબળાઇ મરાઠાના હુમલા વગેરેથી પોરબંદરના રાણા માટે એ સહેલુ હતું. ઓરંગઝેબના મૃતયુબાદ મુગલ સતા પડી ભાંગી રાણા ખીમાજીએ ઇ.સ. ૧૭૦૯ થી ૧૭ર૮  પોરબંદર પર કબજો દ્રઢ કર્યો. માધવપુરને રાજયમાં ભેળ્વાય. ઇ.સ. ૧૭ર૬માં શેર બુલંદખાન ચડી આવ્યો. છાયા પાસે યુધ્ધ થયું. ખીમાજી વહાણ રસ્તે ભાગી જવા પ્રયાસમાં નિષ્ફળ ગયાને મુગલ સરદારને આશરે રૂ. ૪૦,૦૦૦ નો દંડ આપી કાઢયો. છાયામાં આ સમયના પાળીયા છે.  વિકમાનજી ઇ.સ. ૧૭ર૮ થી ૧૭પ૮ માં કુતિયાણા જીત્યુ. રાણા સરતાનજી  બીજા (સુલતાનજી) ઇ.સ.૧૭પ૭ થી ૧૮૦૪ આ બાહોશ બહાદુર રાણાએ છાંયાથી રાજધાની પોરબંદરમાં આણી. ઇ.સ. ૧૭૮પ માં ત્યારથી પોરબંદર, પોરબંદર સંસ્થાન તરીકે ઓળખાયું (આશરે ર૩૬ વર્ષ થયા સને ૧૯૪૮ પછી પોરબંદર રાજય હિન્દુસ્તાન સ્વતંત્ર થતા દેશી રજવાડાના રજવાડાના વિલીનકરણમાં સૌરાષ્ટ્ર સરકારને સોંપાણુ. આ યુગમાં સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં કાંડાબળીયા રાજ પુરૂષો જામનગરમાં મેરૂ ખવાસ, જુનાગઢમાં અમરજી દિવાન, ગોંડલ કુંભાજી, પોરબંદરમાં રાણા સુલતાનજી હતા. રાજયમાં વ્યવસ્થા રાખવા સુલતાનજી પાસે તેના પ્રેમજી દામણી સમર્થ કારભારી હતા. સુલતાનજીની ઉતરાવસ્થામાં ૧૮૦૪ થી  ૧૮૧૨ સુધી હાલાજીએ રાજસતા ભોગવી હતી.

બ્રીટીશ સતા સાથે પોરબંદરના રાજાઓમાં પ્રથમ પરીચયમાં આવનાર કુમાર હાલાજી હતા. તેના સમયમાં વાહેર સેટલમેન્ટ થયું. ઇ.સ. ૧૮૦૭માં બ્રીટીશ સરકારને પોરબંદર રાજયે રૂ. ર૧૬ર૦ર ખંડણી તથા રૂ.ે ૧પ૦૦ બંદરી જગાત પેટે એમ કુલ રૂ. ૩૬૬૦ર વાર્ષીક ભરવાના, વડોદરા ગાયકવાડને રૂ. ૭૧૯૬ પેશકશીના અને જુનાગઢને રૂ. પ૧૦૬, જોરેન લખીના, વાર્ષિક ભરવાના ઠરાવ થયા. પોરબંદરે દરીયા પર  ભાંગેલ વહાણો પરનો હક્ક જતો કર્યો. ચાંચીયાગીરી અટકાળ વગેરે ઠરાવ પર તહનામામાં પોરબંદરના રાજા તરીકે કુમાર હાલાજીએ સહી કરી.

પોરબંદરમાં ૧૦૦ સિપાઇ અને એક કેપ્ટન બ્રીટીશ સરકારે રાખેલ હતા. તે ઇ.સ. ૧૮પ૩માં થાણુ ઉઠાવી લેવાયુ. હાલાજી કારભાર દરમિયાન કંડોરણુ કંડોરણા જામસાહેબ ત્યાંના રાણાના પથાણદાર પાસેથી વેચાતુ લઇ  હાથ ધરેલ તે પણ વોકરે લડાઇ કરી જામ પાસેથી પોરબંદરને પાછુ અપાવ્યું. હાલાજીના કુમાર પૃથીજીએ પિતા સામે બળવો કરી છાંયા ગઢ હાથ ધર્યો. તેને પણ અંગ્રેજ સતાએ હરાવી છાંયા ગઢને મુકત કર્યો. આ સમયના સતી અને શુરાના પાળીયા ગઢમાં છે. બહારવટીયા સામે પણ યુધ્ધમાં રાણાના લશ્કરને અંગ્રેજ સહાય હતી.  ખિસ્તી  કબ્રસ્તાનમાં અંગ્રેજ યુવાનોની કબરો છે. હાલાજી ઇ.સ. ૧૮૧રમાં અને વૃધ્ધ સુલતાનજી ઇ.સ. ૧૮૧૩ માં ગુજરી ગયા પછી કુમાર પૃથ્વીજી ખીમાજી નામ ધારણ કરી જેઠવા ગાદી પર આવ્યા. તેણે ઇ.સ. ૧૮૧૩ થી ૧૮૩૧ સુધી રાજય કર્યુ. તેના પછી તેના કુંવર ભોજરાજજી વિકમાતજી નામ ધારણ કરી ગાદીએ આવ્યા તેણે ૧૮૩૧ થી ઇ.સ. ૧૯૦૦ સુધી પોરબંદર પર રાજય કર્યુ. આઠ વર્ષની ઉંમરના વિકમાનજીને શરૂઆતના વર્ષોમાં રાજમાતા રૂપાળીબાએ રાજદ્વારભારમાં આગળ રહી ઇ.સ. ૧૮૪૧ સુધી સહાય કરી. પોરબંદરમાં ઘણા લોકઉપયોગી કામ કરી રૂપાળીબા પુજાયા. વિહમાનજીનું અંગત જીવન નિષ્કલંક હતું પણ બ્રિટીશ યુગમાં વિકમાનજીનો ન્યાય મધ્ય યુગનો હતો.

 પોરબંદર ઉપર અંંગ્રેજોએ એડમીનીસ્ટ્રેશન મુકયું. લેલી અને મોરીશન જેવા દશ દશ વહીવટકર્તા આપ્યા. પોરબંદરને બંધારણ મળ્યું. રાજયના સાધન વધારી ઉપયોગી જાહેર બાંધકામો થયા.

વિકમાનજી ઇ.સ. ૧૯૦૦ માં કૈલાસવાસી થયા. તેના પૌત્ર ભાવસિંહજી ગાદીએ આવ્યા. આ ભલા દુલા ભાવ તરીકે જાણીતા ઇ.સ. ૧૯૦૮ માં સ્વર્ગવાસી થયા. કુંવર નટવરસિંહજી સગીર હોતા રાજય એડમીનીસ્ટ્રેશન આવ્યું તેમાં વાજસુરવાળા, હેન્કોક જેવા એડમીનીસ્ટ્રેટરો આવ્યા અને વર્તમાન યુગના સુધારા આગળ ચાલ્યા.

ઇ.સ. ૧૯ર૦ માં મહારાજા નટવરસિંહજીનો રાજયભિષેક થયો. પોરબંદર સૌરાષ્ટ્રના પહેલા વર્ગના રાજયોમાં ચોથા નંબરનું સ્ટેટ (રાજય) હતું.  ભારતને સ્વાતંત્ર્ય મળતા ઇ.સ. ૧૯૪૭ માં પોરબંદરને મહારાજા નટવરસિંહે રાજયને સૌરાષ્ટ્રના સંયુકત સંઘમાં વિલીન કર્યુ. આધુનીક પોરબંદરના સર્જક મહારાજા નટવરસિંહ જેઠવા કુળના ૧૮૦માં રાજવી હતા.

(સંકલનઃ હેમેન્દ્રકકુમાર પારેખ સ્મીત પારેખ-પોરબંદર)

(12:44 pm IST)