Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કેશોદના અજાબ ગામે આમ આદમી પાર્ટીનો જનસંવેદના કાર્યક્રમઃ આપ પાર્ટીમાં ૧૫૦ થી વધુ લોકો જોડાયા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૫: કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા નાગરીકોના સ્નેહીજનોને સાંત્વના પાઠવવા માટે કેશોદ તાલુકાના અજાબ ગામે જનસંવેદના કાર્યક્રમમાં આપના મહેશભાઈ સવાણી, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરીયા કેશોદ તાલુકા પ્રમુખ અને પાર્ટીના અન્ય હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને દિલ્હીમાં આપની કેજરીવાલની સરકાર દ્વારા થયેલ કામો શિક્ષણ,આરોગ્ય,રોજગાર, ખેડૂતો માટે, શોષીતો અને વંચિતો માટે તથા ભષ્ટાચાર મુકત શાસન વ્યવસ્થા મળે તે માટે દિલ્હી સરકારે જે રીતે કામ કરેલ છે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ કામ થાય તે માટે ૨૦૨૨માં આપની સરકાર બનાવવા માટે મોટી સંખ્યામાં આપ પાર્ટીમાં જોડવા લોકોને આહવાન કરવામાં આવ્યુ હતુ.

પ્રવીણ રામ દ્વારા વર્તમાન સમયમાં સરકાર દ્વારા પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસનો ભાવવધારો અને મોંઘવારી ઉપર પ્રહાર કરી પરીવર્તન માટે લોકોને તૈયાર રહેવા અપિલ કરી હતી. મહેશભાઈ સવાણીએ લોકોને કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને કોરોના કાળમાં પડેલી મુશ્કેલીઓ અને સરકારની સ્વાસ્થય સેવાઓ અંગેની ઉદાસીનતા વ્યકત કરી હતી. દિલ્લીની કેજરીવાલા સરકારના કામોની ઝાંખી કરાવતા મહેશભાઈ સવાણીએ જણાવ્યુ હતુ કે ગજરાતના લોકોપણ પરિવતઙ્ખન ઈચ્છી રહયા છે ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તેવો વિશ્વાસ વ્યકત કયોઙ્ખ હતો. સભામાં અજાબ તથા આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

જેમાં અજાબ ખાતે ૧૫૦ થી વધુ લોકો આપ માં જોડાયા હતા.

(11:56 am IST)