Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ચોટીલાના આણંદપુરમાં ઉકરડામાંથી ૬ મહિનાનું ભૃણ મળ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૫ : ચોટીલાના આણંદપુર ગામે ખોજાખાના વાળી શેરીમાં આ ૬ માસનું બાળક મળી આવ્યું હતું. આ બાળક ઉકરડામાં પ્લાસ્ટીકના ઝબલામાં મળી આવ્યું છે. બાળક મળી આવતા ગામની મહિલાએ લોકોને જાણ કરી હતી. આ બાળકને જોવા સ્થાનિક લોકો ઉમટી પડયા હતા.

આ અંગે નાનીમોલડી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ચોટીલા ૧૦૮ દ્વારા રેફરલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યું હતું. મૃત હાલતમાં નર જાતિનું ૬ માસનું ભૃણ ઉકરડામાંથી મળી આવ્યું હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. આ બાળક કોનું છે અને તેને કોના દ્વારા તરછોડવામાં આવ્યું છે તે અંગે નાની મોલડી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:52 am IST)