Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વાંકાનેરમાં વેકિસન માટે લાઇનો લાગી

વાંકાનેર : કોરોનાની ત્રીજી લહેરની ભીતિ લોકોમાં ઉજાગર થયેલી જોવા મળી રહી છે ત્યારે વાંકાનેરમાં કોરોનાની રસી અંગે અગાઉ જે અફવાઓ હતી એ કારણે કોઇ રસી લેવા તૈયાર નહોતું થતું પણ હવે ચિત્ર  એટલી હદે પલ્ટાયુ છે કે, વાંકાનેર સરકારી હોસ્પીટલમાં કોરોના રસી લેવા માટે યુવાનો -બૂજૂર્ગો મહિલાઓ સહિત તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે દસ વાગ્યે લેવાયેલી આ તસ્વીરમાં લોકોની  ભીડ જોવા મળી હતી. (તસ્વીર - અહેવાલ : મહંમદ રાઠોડ વાંકાનેર)

(11:51 am IST)