Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વાંકાનેર નજીક સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં આરતીમાં ભાવીકોને પ્રવેશ બંધ

બ્રહ્મ ચોર્યાસી (ભંડારો) અન્નક્ષેત્ર, પ્રસાદ, ભોજન તેમજ બ્રાહ્મણોને પૂજા માટે રોકાણ કરવા તેમજ યાત્રીકોને ઉતારાની વ્યવસ્થા બંધઃ માત્ર દર્શન ચાલુ રહેશેઃ બીજા સોમવારે યોજાતો લોકમેળો બંધ

વાંકાનેર, તા.,પઃ વાંકાનેરથી દસ કિલોમીટર દૂર આવેલ સુપ્રસિદ્ઘ સ્વંયભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આ વરસે કોરોનાની મહામારીના અનુલક્ષીને સરકારની ગાઈડ લાઈન અનુસાર આગામી શરૂ થતા શ્રાવણમાસ શ્રી સ્વંયભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો જેવા કે પ્રાતઃ આરતી, મધ્યાહન આરતી , સાંજે મહાઆરતી વગેરેમાં દર્શનાર્થીઓ હાજર રહી શકશે નહીં, તેમજ સમગ્ર શ્રાવણમાસ દરમ્યાન મેળાઓ, તેમજ બ્રહ્મચોરાસી ( ભંડારો ) અન્નશ્રેત્ર, પ્રસાદ, ભોજન તેમજ બ્રાહ્મણોને પૂજા માટે રોકાણ કરવા તેમજ યાત્રિકોને ઉતારાની વ્યવસ્થા બંધ રાખેલ છે.

તેમજ માત્ર દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા નિયમ અનુસાર ચાલુ રહેશે, જે બાબતે સર્વે જનતાએ નોંધ લેવા મહંતશ્રી , ટ્રષ્ટીશ્રી ની યાદી જણાવેલ છે. શ્રાવણમાસ નિમિતે નિમિતે મંદિરમાં દર્શન માટેનો સમય સવારે ૫ .૦૦ થી રાત્રીના ૯.૦૦ વાગ્યાં સુધીનો રહેશે તેમજ નિજ મંદિરમાં પૂજા કરવા માટેનો સમય સવારે ૫.૦૦ થી ૧૧. ૦૦ વાગ્યાં સુધી જ રહેશે , મંદિરના ગર્ભગ્રહ માં માત્ર પાંચ , સાત વ્યકિતને જ પ્રવેશ મળશે ( S, O, P ની ૫૦ ટકા ગાઈડ લાઈન મુજબ) પૂજા કરતા ભકતોએ માત્ર દૂધ , જળ , બીલીપત્ર , ચડાવી તુરત બહાર આવી જવાનુ રહેશે ભકતજનોનો સાથ અને સહકાર જરૂરી હોય વ્યવસ્થા માં સહકાર આપવા વિનતી , અવ્યવસ્થા સર્જાશે તો પૂજાની વ્યવસ્થા બંધ કરી દેવામાં આવશે. પવિત્ર શ્રાવણમાસમાં આવતા અન્ય તમામ ઉત્સવો રદ કરેલ છે ( માત્ર મહંતશ્રી સદાયથી પૂજનવિધિ કરશે ) ઉતારા રાત્રી રોકાણ બ્રહ્મ ભોજન , ( ભંડારો ) અન્નશ્રેત્ર , ( પ્રસાદ ભોજન ની વ્યવસ્થા બંધ રાખેલ છે ) યાત્રિકો માટે પ્રસાદ ઘર ચાલુ રહેશે ( પેકિંગ સુવિધા ) આ ઉપરાંત શ્રાવણમાસ ના બીજા સોમવારે શ્રી જડેશ્વર મહાદેવદાદા ના પ્રાગટ્ય દિવસ નિમિતે લોક સંસ્કૃતિક મેળો ઙ્કબંધ રાખેલ છે જે યાદી સ્વંયભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ના લદ્યુ મહંતશ્રી જીતેન્દ્ર પ્રકાશજી ગૂરૂશ્રી રવિ પ્રકાશજી, શ્રી સ્વંયભૂ જડેશ્વર મહાદેવ સંસ્થા દ્વારા જણાવાયું છે.

(11:49 am IST)