Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ધોરાજી પાસે વાડામાં ગેરકાયદે બાયોડિઝલ બનાવવાનું કારસ્તાન રૂરલ એસઓજીએ ઝડપી લીધું: ૩૧ લાખનો મુદામાલ કબ્જે

ધોરાજીના દિનેશ ઉર્ફે ગોપાલ કોયાણી, જયરાજસિંહ ચુડાસમા, ગાંધીધામ પંથકના હસ્તબહાદુર તથા રાજન દતે નેપાલીની ધરપકડ પી.આઇ.સંજયસિંહ જાડેજા તથા ટીમનો દરોડો : વાડામાં લોખંડનો મોટો સ્ટોરેજ ટાંકો ગોઠવી અલગ-અલગ જવલંતશીલ પ્રવાહીનું મીકસીંગ કરી બાયોડિઝલ બનાવી વેચાણ કરાતું'તુુ: ર૧૦૦૦ લીટર બાયોડિઝલ જથ્થો સહિતનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં બાયોડિઝલના સંગ્રહ માટેનો મોટો ટાંકો ટેન્કર અને પકડાયેલ ચારેય શખ્સો નજરે પડે છે

રાજકોટ તા. પ : ધોરાજી પાસે વાડામાં રૂરલ એસ.ઓ.જી. ટીમે દરોડો પાડી જુદા-જુદા જવલંતશીલ પ્રવાહીનું મીકસીંગ કરી બાયોડિઝલ બનાવવાનું કારસ્તાન પકડી પાડી ૪ શખ્સોને ૩૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જીલ્લામાં ગેરકાયદે બાયોડિઝલના વેચાણ સામે કડક પગલા ભરવા અને કેસો કરવા રેન્જ ડી.આઇ.જી.ની સંદિપસિંહ તથા એસ.પી.બલરામ ઝીણાની સચના અન્વયે રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. સંજયસિંહ જાડેજા પી.એસ.આઇ. એચ.એમ. રાણા તથા પી.એસ.આઇ. જી.જે. ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હેડકો જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવતને મળેલ બાતમીના આધારે ધોરાજી પાસે ફરેણી રોડ ઉપર રેલ્વે ટ્રેક પાસે આવેલ ધોરાજીના દિનેશ ઉર્ફે ગોપાલભાઇ લવજીભાઇ કોયાણીના વાડામાં દરોડો પાડી જુદા જુદા પ્રકારના જવલતશીલ પ્રવાહીનું મીકસીંગ કરી ભેળસેળ યુક બાયોડિઝલ  બનાવવાનું કારસ્તાન ઝડપી લીધું હતુ઼.પકડાયેલ વાડાના માલીક દિનેશ ઉર્ફે ગોપાલ કોયાણી રે. જેતપુર રોડ માથુકીયા વાડી ધોરાજી તથા જયરાજસિંહ, ભરતસિંહ ચુડાસમા રે. ગરબી ચોક ધોરાજી ગેરકાયદે ભેળસેલ યુકત બાયોડિઝલ બનાવી વેચાણ કરવા માટે બાયોડિઝલના સંગ્રહ માટે લોખંડનો મોટો સ્ટોરેજ ટાંકો બનાવ્યો હતો તેમજ ટેન્કર નં. જી.જે.૧ર એ ડબલ્યુ ૭૦૯૬માં ગેરકાયદે જવલતશીલ પદાર્થ ઠલાવવા આવેલ ડ્રાઇવર હસ્તબહાદુર કારતરામ ભુડાક્ષેત્રી રે .પડાણ ગામ તા. ગાંધીધામ તથા કલીનર રાજનદતે નેપાલી રે. પડાણ ગામ તા.ગાંધીનધામને ઝડપી લીધા હતા. એસ.ઓ.જીની ટીમે સ્થળ ઉપરથી જવલંતશીલ પ્રવાહી લીટર ર૧,૦૦૦ કિ. ૧ર.૬૦ લાખ ટેન્કર લોખંડનો મોટો સ્ટોરેજ ટાંકો, ઇલેકટ્રીક મોટર પ્લાસ્ટીકના ચોરસ ટાંકા નંગ-ર ૩પ લીટરના કેરબામાં નંગ ૬ તથા બંધ હાલતમાં પડેલ યફુલ પંપ અને નોઝલ સહિત કુલ ૩૧,૦૯૬૦૦ નો મુદામાલ કબ્જે કરી પકડાયેલ ચારેય શખ્સોને ધોરાજી પોલીસના હવાલે કર્યા હતા. રાજકોટ જીલ્લામાં ગોંડલ પંથક બાદ ધોરાજી પંથકમાં ગેરકાયદે બાયોડિઝલ બનાવી વેચવાનું કારસ્તાન પકડાતા ચર્ચા જાગી છે.

(11:39 am IST)