Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સૌરાષ્ટ્ર -કચ્છમાં કિસાન સન્માન દિવસની ઉજવણી

રાજ્ય સરકારના ૫ વર્ષની ઉજવણી અંતર્ગત જીલ્લા કક્ષાએ કાર્યક્રમો

રાજકોટ,તા. ૫ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં રાજ્ય સરકારના ૫ વર્ષની ઉજવણી અંતર્ગત આજે કિસાન સન્માન દિવસની ઉજવણી થઇ રહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : સમગ્ર રાજયમાં ઉજવાઈ રહેલ 'સુશાસનના પાંચ વર્ષ' ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ઘ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.

જે અંતર્ગત જામનગર જિલ્લામાં કાર્યક્રમના પાંચમાં દિવસે આજે 'કિસાન સન્માન દિવસ'ની ઉજવણી કરવામાં આપી હતી.

જેમાં 'કિસાન સન્માન દિવસ'નો મુખ્ય કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર જિલ્લાના ફલ્લા ખાતે તેમજ લાલપુર તાલુકાના સાયકલોન સેન્ટર, ઝાંખર, ધ્રોલ તાલુકામાં પટેલ સમાજ, મું વાંકિયા, એ.પી.એમ.સી.જામજોધપુર, એ.પી.એમ.સી. કાલાવડ ખાતે સવારે ૧૦ૅં૦૦ કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પરથી કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ અને ગાય નિભાવ સહાય યોજના, કાંટાળી તારની વાડ બનાવવા માટેની સહાય યોજના, વિનામૂલ્યે છત્રી/ શેડ કવર પૂરા પાડવાની યોજના, સ્માર્ટ હેન્ડલટુલ કીટ યોજના, કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો/ હુકમો/ કીટ અર્પણ કરાશે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાએલ વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોકત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમેરલી : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજયભરમાં ઉજવાઇ રહેલ શ્નપાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસનાલૃકાર્યક્રમના પાંચમા દિવસે એટલે કે આજે તા. ૫ ઓગસ્ટના કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે ઉર્જા વિભાગ અને કૃષિ વિભાગનો અમરેલીના સરંભડા ખાતે કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સંયુકત કાર્યક્રમ યોજાયો છે.

અમરેલીના સરંભડાની સાથે સાથે ધારી તાલુકા કક્ષાનો કાર્યક્રમ લાખાપાદર કાઠી સમાજની વાડી ખાતે ધારાસભ્ય જે. વી. કાકડીયાની ઉપસ્થિતિમાં, સાવરકુંડલા તાલુકા કક્ષાનો કાર્યક્રમ એ.પી.એમ.સી. ખાતે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયાની ઉપસ્થિતિમાં અને બાબરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ જામબરવાળા પ્રાથમિક શાળા ખાતે બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ બુટાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ગાય નિભાવ સહાય, કાંટાળી તારની વાડ માટેની સહાયના લાભાર્થીઓ, વિનામૂલ્યે છત્રી/ શેડ કવર પુરા પાડવાની યોજનાના લાભાર્થીઓ, સ્માર્ટ હેન્ડ તુલ કીટ યોજનાના લાભાર્થીઓ અને કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓને મંજૂરી પાત્રો/ હુકમો/ કીટનું વિતરણ કરવામાં આવશે તેમજ કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

(11:38 am IST)