Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબી ટ્રાન્સપોર્ટરોની હડતાલની સિરામિક બાદ હવે પેપરમિલ ઉધોગ પર માઠી અસર વર્તાઈ

: જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ

મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ સપ્તાહથી ચાલી રહી છે જેના પગલે મોરબીના સિરામિક ઉપરાંત પેપરમિલ એસો પણ મુશ્કેલીમાં મુકાયો છે જે અંગે આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ છે
મોરબી પેપરમિલ એસોના પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાની આગેવાની હેઠળ પેપરમિલ એસોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા હડતાલ કરવામાં આવી છે દરમિયાન એસોના સભ્યો અથવા તેના નામથી સાચી ખોટી ઓળખ આપનાર ઈસમો પ્રાઈવેટ ટ્રક, માલવાહનો અન્ય શહેરમાંથી આવે છે જેના ડ્રાઈવરને ધમકાવે છે અને ડરાવે છે કેટલાક વાહનમાં તોડફોડના કિસ્સા બનેલ છે જેથી બહારના ટ્રક માલિકોને ટ્રાન્સપોર્ટરમાં ભયનું મોજું ફેલાયેલ છે
માલ ના મોકલી સકાતા ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડી છે જેથી ૭૦૦૦ લોકોની સીધી રોજગારી અને અન્ય રોજગારી પ્રભાવિત થઇ છે અનેક મિલો સંપૂર્ણ અથવા આંશિક રીતે નિકાસના ઓર્ડરનો માલ તૈયાર હોવા છતાં મોકલી શકાતો નથી અને બાકીના પેન્ડીંગ ઓર્ડરનો માલ સમયસર તૈયાર કરી સકાય તેમ નથી પેપર પ્રોડક્ટ ડેરી, ખાદ્ય પ્રોડક્ટ અને અન્ય ફાર્મા પ્રોડક્ટમાં ઉપયોગી હોય જેનો બીજો કોઈ વિકલ્પ નથી જેથી હડતાલનો સુખદ નિરાકરણ આવે અને માલની સલામત આવક જાવક ચાલુ થાય તે માટે પોલીસ રક્ષણ આપવા માંગ કરી છે

 

(9:20 pm IST)