Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ભારે ગરમી સાથે રાહ જોવડાવ્યા બાદ કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની તોફાની સવારી

 

ભુજઆગાહી હોવા છતાંયે અગાઉ બબ્બે વખત મેઘરાજાએ કચ્છમાં મનમૂકીને વરસવાને બદલે છૂટું છવાયું હેત વરસાવીને સંતોષ માન્યો હતો. પણ, વખતે ભારે ગરમી પછી બબ્બે દિવસ રાહ જોવડાવ્યા બાદ આગાહી અનુસાર કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘસવારી આવી ચૂકી છે. અંજાર વિસ્તારમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે.

 ભુજ શહેર સહિત ભુજ તાલુકાના માધાપર, કુકમા, કોટાય, સુમરાસર, ધ્રંગ વિસ્તારમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ભારે પવનની સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.પશ્ચિમ કચ્છના નખત્રાણા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણ તોફાની બન્યું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. મુન્દ્રા ઉપરાંત તાલુકાના ભદ્રેશ્વર સહિતના કાંઠાળ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. પૂર્વ કચ્છમાં સામખીયાળી, ચીરઈ, ભચાઉ, કંડલા, ગાંધીધામ, આદિપુર વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ દ્વારા કચ્છમાં મેઘરાજાએ પધરામણી કરી છે. જે આગળ ધપી રહી છે.

(11:47 pm IST)