Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ધોરાજીમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અડધો કલાકમા 1 ઈચ વરસાદ ખાબક્યો

શહેરમાં કોઇ સ્થાને વીજળી પડી હોય તે પ્રકારનો ભારે અવાજ અને ભારે પવન સાથે વરસાદ

 ધોરાજી :ધોરાજી માં સાંજે 7:00 કલાકે ભારે વીજળી અને પવન સાથે વરસાદ આવતા થોડી વાર માટે તો લોકોમાં ફફડાટ મચી ગયો હતો
શહેરમાં કોઇ સ્થાને વીજળી પડી હોય તે પ્રકારનો ભારે અવાજ અને ભારે પવન સાથે વરસાદ આવતા થોડી વાર માટે જન જીવંન ઠપ થઈ ગયું હતું
ચોમાસાની સિઝનનો પ્રથમ વખત આ પ્રકારનો વરસાદ  આવ્યો હોય તેવું લોકોમાં જોવા મળ્યું હતું
અડધા કલાકમાં એક ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો સીઝનનો કુલ વરસાદ 17 ઇંચ પહોંચ્યો છે

(8:16 pm IST)