Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જામનગરમાં નશાખોર શખ્સની કરપીણ હત્યા

જામનગર તા. ૫ : અહીંના ભીલવાસમાં એક નશાખોરને કોઇ હથિયાર વડે ખૂબ જ માર મારી કોઇ અજાણ્યા શખ્સોએ પતાવી દીધાનો હત્યાનો બનાવ બનતા ચકચાર જાગી છે.

સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મુકેશભાઈ નાથાભાઈ ફડીયાતરે ફરીયાદ નોંધાવી છે કે,  ખેતીવાડી સામે, મહાકાળી સર્કલ પાસે, મહાકાળી મંદિર પાછળ, શબરીનગર, ભીલવાસ રામવાડી સ્મશાનમાં ફરીયાદી મુકેશભાઈના મોટાભાઈ મનોજભાઈ નાથાભાઈ ફડીયાતર ઉ.વ૩પ , રે. ગરીબનગર ભીલવાસ, જામનગરવાળાને દારૂ પીવાની આદત હોય અને કોઈપણ કારણોસર અજાણ્યા શખ્સે મનોજભાઈને શરીરે છાતીમાં તથા પેટમાં તથા વાસામાં બંન્ને પગના સાથળમાં (હથીયાર) વડે માર મારી શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી એકબીજા અજાણ્યા શખ્સોએ મદદગારી કરી ગુનો કરેલ છે.

મોટાભાઇએ દેશમાં પછી જવાનું કહેતા યુવતિએ ઝેરી દવા પી જતા મોત

ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામે રહેતા સુરેશભાઈ કોદરીયાભાઈ મોહનીયા, ઉ.વ.ર૧ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમંા જાહેર કરેલ છે કે, સાયદાબેન કોદરીયાભાઈ મોહનીયા, ઉ.વ.૧૭, રે. ગંગારામભાઈ મોહનભાઈ પટેલની વાડીમાં, ખેંગારકા ગામવાળાને રક્ષાબંધન તહેવાર કરવા માટે દેશમાં જવુ હોય પરંતુ તેના મોટાભાઈ સુરેશભાઈએ થોડા દિવસ પછી જવાનું કહેતા મનમાં લાગી આવતા પોતાની હાથે ઝેરી દવા પી જતા મૃત્યુ પામેલ છે.

ઇલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

સેતાલુસ ગામે રહેતા રામભાઈ મંગાભાઈ ઠુંગા, ઉ.વ.૩૪, એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મનીષ હરખચંદ ગઢકા, ઉ.વ.૪૬, રે. સેતાલુસ ગામવાળા આક્રમઅલી ગુલામહુશેન માનસરીયાના ઘરે મકાન સાફ કરતા હોય અને કોઈ જગ્યાએ ખુલ્લો ઈલેકટ્રીક વાયર હોય તે ઈલેકટ્રીક સોર્ટ લાગતા રાડારાડ કરતા માણસો ભેગા થઈ લાકડા વડે આઘા કરીને બેભાન થઈ જતા મૃત્યુ પામેલ છે.

(2:42 pm IST)