Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કુતિયાણામાં ૪ કલાકમાં ૪ ઇંચ : માધવપુર ઘેડ પંથકમાં દોઢથી બે ઇંચ : ૨ સ્થળે વીજ પોલ ધરાશાયી

પોરબંદર રાણાવાવ તેમજ ખંભાળા અને ફોદાળા જળાશય વિસ્તારમાં ઝાપટા : દરિયામાં મોજાનું જોર

પોરબંદર તા. ૫ : જિલ્લાના કુતિયાણામાં ગઇકાલે બપોરે ૨ થી ૬ વાગ્યા સુધીમાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસી ગયો હતો. મુશળધાર વરસાદથી કુતિયાણામાં ઠેર ઠેર જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી. મોડી રાત્રીના પાણી ઓસરી ગયા હતા. કુતિયાણા પાસે હાઇવે ઉપર ૨ સ્થળે વીજ થાંભલા ધરાશાયી થતાં થોડો સમય ટ્રાફિક ખોરવાય ગયો હતો. વીજ ટીમે સમયસર આવી વીજ થાંભલા હટાવ્યા હતા.

ગઇકાલે સાંજે માધવપુર ઘેડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દોઢથી બે ઇંચ વરસાદ પડી ગયો હતો.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૩ મીમી (૭૭૯ મીમી), કુતિયાણા ૯૬ મીમી (૮૯૯ મીમી), રાણાવાવ ૫ મીમી (૮૬૪ મીમી), ખંભાળા જળાશય ૪ મીમી (૬૧૦ મીમી), ફોદાળા જળાશય ૫ મીમી (૮૫૩ મીમી) તેમજ એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩ મીમી (૮૩૨.૯ મીમી) નોંધાયેલ છે.

પોરબંદર શહેરમાં ગઇકાલે સાંજે ગાજવીજ બાદ ઝાપટા વરસી ગયેલ હતા. રાણાવાવ ખંભાળા જળાશય અને ફોદાળા જળાશય વિસ્તારમાં હળવા ઝાપટા વરસી ગયેલ હતા. જિલ્લામાં આજે સવારે સૂર્યનારાયણના દર્શન બાદ ધાબડિયું વાતાવરણ થઇ ગયેલ. દરિયામાં મોજાનું જોર વધ્યું છે.(

(1:05 pm IST)