Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ભાણવડમાં ૭ ઇંચ : ડેમો ફરી પાછા ઓવરફલો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા-ખંભાળીયા-કલ્યાણપુર તાલુકામાં છાંટોય ન પડયો : ખંભાળીયાના ગુંદા ગામે ભારે વરસાદથી ગામમાં પાણી... પાણી

તસ્વીરમાં ભાણવડમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ ડી.કે. પરમાર (ભાણવડ), કૌશલ સવજાણી (ખંભાળીયા)

ખંભાળીયા, તા. પ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે વિચિત્ર વરસાદ આવ્યો હોય તેમ ભાણવડમાં સાત ઇંચ વરસાદ પડયો હતો. જયારે ખંભાળીયા, દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં છાંટોયે નહીં !!

બપોરે બેથી સાંજના છ વાગ્યા સુધી ચાર કલાકમાં છ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી ફરી વળ્યું હતું તથા વર્તુ-૧, વર્તુ-બે  તથા દ્વારકા સહિત તમામ ડેમો ફરી પાછા ઓવરફલો થઇ ગયા હતાં.

ખંભાળીયા ભાણવડ રોડ પર પૂલ તૂટી જતાં રસ્તો જુદા થઇને ડ્રાયવર્ઝન કરાયો હતો તે ગુંદાના રસ્તા પર પાણી ફરી વળતા થોડો સમય વાહન વ્યવહાર પણ બંધ થઇ ગયો હતો.

ગુંદા ગામમાં પણ અત્યંત ભારે વરસાદ પડતા ગુંદા ગામમાં પાણી ભરાઇ ગયા હતાં.  ગામના પ્રવેશના રસ્તા તથા ગામમાં પણ ઝરણા નીકળી પડયા હોય તેમ નદીના પાણી ધોધ ચાલ્યા જતાં હોય તેવા દૃશ્યો હતાં તો વાહનો પણ થંભી ગયા હતા. હાલ ગુંદા ડ્રાયવર્ઝન હોય વાહન ચાલકોને ભારે પરેશાની થાય છે.

ભાણવડ

ભાણવડ : ભાણવડ તાલુકામાં કાલે બપોર બાદ મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. ભારે વરસાદથી શહેરના જુદા જુદા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

ભાણવડ-ખંભાળીયા હાઇવે પર આવેલ સાજડીયારી ગામ નજીક વરસાદી માહોલના લીધે એક વૃક્ષ ધરાશાયી થયું હતું.(

(1:02 pm IST)