Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

નયારા એનર્જી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં રોજગાર અને સાક્ષરતા મિશનમાં મોખરે

સરકારે ૧૮ સ્કૂલોમાંથી ૧૧ને 'એ' ગ્રેડની રેન્ક આપી

જામનગર તા. ૫ : નવા યુગની ડાઉનસ્ટ્રીમ કંપની, નયારા એનર્જી, વાડીનારમાં તેની રિફાઈનરીની  આસપાસમાં વસતા સમુદાયોમાં સાક્ષરતા અને આજીવિકા હાંસલ કરવાનો  આંક સતત ઉંચો આવે તે હેતુથી સતત કાર્યરત રહી છે. કંપની અવિરતપણે સમાવેશી વિકાસનો અને રિફાઈનરીની આસપાસ વસતા સમુદાયોના જવાબદાર 'પસંદગીના પડોશી' તરીકે કામ કરવાનો વારસો જાળવી રહી છે. તેમણે કોર્પોરેટ માળખાના ભાગ તરીકે સામાજીક જવાબદારીઓ માટે ઊંડી કટિબધ્ધતા અને વ્યુહાત્મક સંકલન દર્શાવવાનુ ચાલુ રાખ્યું છે.

કંપની પોતાની વાડીનાર રિફાઈનરીની આસપાસનાં ગામડાંમાં ભણતરના મહત્વના અભિગમો અપનાવવા શિક્ષણ માટેના પ્રયાસોની આગેવાની લેવાને કારણે તેમજ પ્રોત્સાહક પ્રયાસોને કારણે શાળાઓમાં હાજરી વધી છે તથા શાળા છોડી જવાના પ્રયાસમાં ઘટાડો થયો છે. આનો લાભ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ૧૫ ગામનાં ૪૦૦થી વધુ બાળકોને મળ્યો છે.  કંપની ગ્રામશિક્ષા કેન્દ્રો , એનઆઈઓએસ કલાસિસ, સ્માર્ટ કલાસિસ, પુસ્તકાલયો, રેમેડિયલ કલાસિસ વિવિધ પ્રયાસો મારફતે શિક્ષણના નિર્દેશકોમાં સુધારા માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે.  કંપનીના સતત અને એકત્રિત પ્રયાસોને કારણે ગુજરાત સરકારે હવે ૧૮ સ્કૂલોમાંથી ૧૧ને 'એ' ગ્રેડની રેંક આપી છે.

વાડીનાર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ - હેડ ઓફ સ્કૂલ સમીર દતાણી જણાવે છે કે 'નયારા એનર્જીના શિક્ષણના પ્રયાસોનો લાભ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ઘણાં બાળકોને મળ્યો છે. સ્માર્ટ કલાસને કારણે વર્ગખંડની હાજરીમાં સુધારો થયો છે અને વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત થયા અને અભ્યાસમાં વધુ રૂચી દર્શાવતા થયા  છે. હું  સમુદાયોમાં ભણતરનો આંક ઉંચો લઈ જવા બદલ નયારા એનર્જીનો તેમના સતત યોગદાન બદલ આભાર માનુ છું.'

વાડીનાર રિફાઈનરી સ્કૂલનાં ઈતિહાસ શિક્ષિકા કુ. કુશાલી જણાવે છે કે 'સમાજવિજ્ઞાનને વાર્તા તરીકે સમજાવાય ત્યારે તેનુ ઉત્ત્।મ ભણતર આપી શકાય છે. એનિમેશન અને વિઝયુઅલ ઈફેકટ વડે વાર્તાકથનની કલાને આનંદપ્રદ બનાવાય છે અને વિવિધ અભિગમ સારી રીતે સમજાવી શકવાની સાથે સાથે તેને સુસંગત બનાવી શકાય છે. શાળાના શિક્ષણને સુધારવામાં  નયારા એનર્જીના સ્માર્ટ કલાસિસે મહત્વની ભૂમિકા બજાવી છે.  વિદ્યાર્થીઓ પાત્રો અને પ્રક્રિયા  સાથે પોતાને સાંકળી શકે છે અને  અભ્યાસ સામગ્રી સારી રીતે ગ્રહણ કરી શકે છે.'

(12:59 pm IST)