Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

હળવદ-મોરબીના શખ્સો કચ્છમાં જુગાર રમતા ઝડપાયા

ભૂજ, તા. પ :  બોર્ડર રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીગ્રામ પરીક્ષિતા રાઠોડ તરફથી જિલ્લામાં પ્રોહી./ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી./જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન હકિકત આધારે જશાપર વાંઢ (તા. ભચાઉ) ખાતેથી (૧)ધીરજલાલ ચુનીલાલ વ્યાસ રહે. હળવદ (ર) વાસુદેવ ભીખાભાઇ દલવાડી રહે. હળવદ (૩) તાજમહભદ આહમભાઇ મઉ રહે. મોરબી (૪) અલીયાસ મુસાભાઇ મોવર રહે. માળીયા (પ) અરવિંદ ઘનશ્યામભાઇ ચાવડા રહે. હળવદ (૬) અજીત સોમાભાઇ ગોહિલ રહે. હળવદ (૭) ઉપેન્દ્ર રતિલાલ એરવાડીયા રહે. ટીકર તા. હળવદ (૮) હાજી આદમ ત્રાયા રહે. જશાપર વાંઢ તા. ભચાઉને જુગાર રમતા રૂ. ૩૧૭ર૦/- કાર જંગ ૧ કિ. રૂ. પ લાખખ મોબાઇલ ફોન નં. ૮ કિ. ૪૦,પ૦૦/- મળી કુલ પ,૭ર,રર૦ મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આ કામગીરીમાં એમ.એસ. રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.

(11:48 am IST)