Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરના શિલાન્યાસ પ્રસંગના અનુસંધાને ધોરાજીમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત

ધોરાજી,તા.૫:  અયોધ્યા ખાતે આજરોજ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અને શ્રી રામ લલ્લાનું પ્રાગટ્ય મહોત્સવ એટલે રામ જન્મભૂમિ સ્થાન ખાતે ભવ્ય રામ મંદિરના શિલાન્યાસનો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા થઈ રહ્યો છે ત્યારે ધોરાજીમાં પણ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચનાથી ડેપ્યુટી એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હૂકુમતસિંહ જાડેજા પીએસઆઇ શૈલેષ વસાવા મહિલા પીએસઆઇ મહિના બેન કદાવલા તેમજ ધોરાજીનો પોલીસ સ્ટાફ વગેરે આજરોજ સવારથી જ ધોરાજી શહેરના વિવિધ માર્ગો ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પોલીસ ઈન્સપેકટર વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે આજરોજ સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામના જન્મભૂમિ અયોધ્યા ખાતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મંદિરનો શિલાન્યાસ થઈ રહ્યું છે ત્યારે શહેરમાં શાંતિ અને કોમી એકતા સાથે ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી ધોરાજીમાં સદ્યન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.(

(11:43 am IST)