Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કોરોનાગ્રસ્ત ગોંડલ સબજેલનો હોસ્પિટલમાંથી ફરાર કેદી ઝડપાયો

ગોંડલ,તા.૫: અત્રે ની સબજેલ નાં કેદી આનંદગીરી હરીગીરી ગોસ્વામીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં ગત તા.૩૧ નાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.ચોરી,લુંટ સહીત ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો આનંદગીરી સિવિલ હોસ્પિટલ માં થી તા.૩ નાં વહેલી સવારે નાશી છુટતાં પોલીસ ધંધે લાગી હતી.

દરમ્યાન બપોર નાં સુમારે આનંદગીરી નાગર શેરી માં નજરે પડતાં અર્જુન ચૌહાણ તથાં પ્રતિક ચૌહાણ કેદી ને ઓળખી જતાં તુરંત સીટી પોલીસ માં જાણ કરતાં પીએસઆઇ ડી.પી.ઝાલા,યુવરાજસિંહ ગોહેલ, જયદિપસિહ સહીત દોડી આવી આનંદગીરી ને જડપી લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલ પરત કરી કાયઁવાહી હાથ ધરી હતી.(

(11:38 am IST)