Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અવધ મે આનંદ ભયો જય રઘુવીર રામ કી...

સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રી રામમંદિર શિલાન્યાસ ઘડીના વધામણા

ઠેર-ઠેર મહાઆરતી, પ્રાર્થના, દિપમાળા, રંગોળી, યજ્ઞો, રાત્રીના દિવડાનો ઝગમગાટ-આતશબાજી સહિતના કાર્યક્રમો

રાજકોટ, તા., ૫: આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભુમી મંદિરનાં શિલાન્યાસની અવિસ્મરણીય ઘડીઓ સાકાર થઇ છે ત્યારે આ વાતને વધાવવા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધાર્મિકોત્સવ જેવો માહોલ ખડો થયો છે. ઠેર-ઠેર મહાઆરતી, પ્રાર્થના, દીપમાળા અને યજ્ઞોનાં આયોજનો કરવામાં આવ્યા છે. મંદિરો પણ શણગારાયા છે.

શહેર અને તાલુકાના તમામ સંપ્રદાયના તમામ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇનના પાલન સાથેશિલાન્યાસના સમયે એટલે કે તા. પ-૮-ર૦ર૦ના બપોરના ૧ર વાગ્યે ને ૧પ મિનીટે એક સાથે ભવ્ય વિશેષ મહાઆરતી કરવામાં આવશે. રાત્રીના ઘરે-ઘરે દિવડાઓનો ઝગમગાટ અને આતશબાજી કરવામાં આવશે.

વાંકાનેર

વાંકાનેરઃ ભગવાનશ્રી રામની ભુમી એવા અયોધ્યામાં અનેક વિધ્નોને પાર કરી પુન મુળ જગ્યાએ ભગવાન શ્રી રામના ભવ્યાતી ભવ્ય મંદિરનું આજે તા.પ-૮-ર૦ર૦ના દેશના વડાપ્રધાન મા. નરેન્દ્રભાઇ મોદી અને સંતો-મહંતો અને દેનના આમંત્રીતોની ઉપસ્થિતિ વચ્ચે વૈદીક મંત્રોચ્ચાર સાથે ભૂમીપુજનનો દિવ્ય પ્રસંગની ખુશીમાં સમગ્ર ભારત દેશ જોડાયો છે. ત્યારે વાંકાનેરમાં હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા અને વેપારીઓ તેમજ જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ભગવાનશ્રી રામના મંદિર નિર્માણની ખુશીમાં સહભાગી બનવા શહેરમાં કેશરીયો માહોલ ઉભો કરવા રાત્રે ઘર આંગણે દીવા પ્રજલીત કરવાના આહવાનને વાંકાનેરવાસીઓએ સહર્ષ સ્વીકારી દુકાનો અને ઘર ઉપર કેશરી ધજાઓ બાંધી ભગવાન શ્રીરામના મંદિરની ભૂમીપુજનની ખુશીમાં સહભાગી બન્યા છે.

ગોંડલ

ગોંડલઃ અયોધ્યામાં યોજાનાર રામ જન્મભૂમિ મંદિર શિલાન્યાસ વિધિ ને ભવ્ય રીતે આવકારવા માટે ગોંડલ શહેર અને તાલુકા ના તમામ સંપ્રદાય ના તમામ મંદિરો માં સોશિયલ ડિસ્ટન્સ અને સરકારશ્રી ની ગાઈડલાઈન ના પાલન સાથે શિલાન્યાસ ના સમયે એટલે કે  બપોરે ૧૨ વાગ્યે ને ૧૫ મિનિટે એક સાથે ભવ્ય વિશેષ મહા આરતી કરવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને સામાજીક સંસ્થા ના સ્વયંસેવકો દ્વારા ભવ્ય વિશેષ મહા આરતી ના આયોજન ને સફળ બનાવવા માટે શહેરના મંદિરો માં જઈ ને સંતો મહંતો, પૂજારીઓ, ટ્રસ્ટીઓ, દરેક સંપ્રદાયના વડાઓ ની મુલાકાત કરેલ અને અયોધ્યામાં યોજાનાર રામ મંદિર ના ભવ્ય શિલાન્યાસ બાબત થી માહિતગાર કરેલ આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને સામાજીક સંસ્થાઓ દ્વારા દરેક નાગરિકને પોતાના ઘરના મંદિર માં વિશેષ આરતી કરે અને સાંજે પોતાના દ્યર અને આંગણામાં દીપપ્રજવલ્લીત કરી ને આ અમૂલ્ય ઇતિહાસિક દ્યડી ને ભવ્ય રીતે ઉજવે એવું આહ્વાન કરવામાં આવે છે.

ભાવનગર

ભાવનગરઃ પાંચમી ઓગસ્ટ માત્ર ભારતવર્ષ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે અનુપમ દિવસ બની રહેશે. કારણ કે આ દિવસે બપોરના સવાબાર કલાકે અયોધ્યા ખાતે, રદ્યુકુળ શિરોમણી, સૂર્યવંશી, ભગવાન રામલલ્લાજીનાં અનુપમ મંદિરનાં નિર્માણ કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે. ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે, નિમંત્રિત સાધુ-સંતો-મહંતો આચાર્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મંગળ કાર્ય સંપન્ન થશે.આ પ્રસંગે સૌરાષ્ટ્રના પ્રસિદ્ઘ પીરાણા એવા પાળીયાદના વિહત ધામ ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજય નિર્મલાબાએ જણાવ્યું છે કે પાળીયાદ જગ્યા તાબાના ૧૬૫૦ સેવક ગામોમાં પ્રત્યેક રામજી મંદિરમાં બપોરના બાર કલાકે મહાઆરતી અને સાંજે સાડા સાત કલાકે સંધ્યા આરતી થશે.

પૂજય બા, સંસ્થાના સંચાલક શ્રી ભઇલુબાપુ તેમજ બાળ ઠાકર પૃથ્વીરાજસિંહજીએ પ્રત્યેક પ્રભુ પ્રેમીને અનુરોધ કર્યો છે કે અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય મંદિરની ખુશીમાં મંદિરમાં તેમજ દ્યરે-દ્યરે દીવડા પ્રગટાવી,  દીપોત્સવી પર્વની જેમ એની ઉજવણી કરવી.આ સાથે તેમણે જણાવ્યું છે કે સરકારશ્રીના નિયમાનુસાર દરેક વ્યકિતએ માસ્ક બાંધવો, જરૂરી અંતર જાળવવું અને સૌને સેનેટાઇઝ કરાવવા. સહુએ પોતપોતાના દ્યરેથી આરતીની થાળી તૈયાર કરીને જવું.

આમ, રામમંદિર નિર્માણના અનોખા પ્રસંગને ભાવ ભરી રીતે ઉજવવાનું આયોજન પાળીયાદની જગ્યા દ્વારા હાથ ધરાયું છે.

જૂનાગઢ

જૂનાગઢઃગુજરાતની ધર્મપ્રેમી જનતાને પ્રદીપભાઈ ખીમાણી તરફથી જણાવવાનું કે ૫ ઓગસ્ટ ૨૦૨૦,બુધવાર ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે નું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. લગભગ પોણા ૬૦૦ વર્ષ પછી આ શુભ અવસર ના આપણે સાક્ષી બનવાના છીએ તો hun તમામ નાગરિકોને નમ્ર વિનંતી છે કે આ શુભ અવસરને ઉત્સાહ અને ઉમંગથી વધાવી લઈએ.બપોરે જયારે ભૂમિપૂજન ચાલતું હોય એ કાર્યક્રમ ને ટીવી પર નિહાળીએ અને ઘરે સાથે બેસી રામધૂન કરીએ. બપોરે ખાસ મિષ્ઠાન સાથે ભોજન બનાવી ને ભગવાન રામ ને ભોગ ધરાવીને જમીએ. રાત્રે ૮.૦૦ કલાકે પ્રત્યેક ઘર ની બહાર ૫ દ્યી ના દિવા કરવા અને પોતાના ઘરની બધીજ લાઇટ્સ બંધ કરીને દિવાના પ્રકાશની સાથે શંખનાદ અને અન્ય ધ્વનિ ઘોષ કરવો.  દિવા પ્રાગટય બાદ આ શુભ અવસર ને દિવાળી ની જેમ ઉજવણી કરવા માટે ભવ્ય અતિષબાજી પોતાના ઘર આગળ કરીએ.

(11:38 am IST)