Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ખેડુતો અને ખેત મજુરો સ્માર્ટ હેન્ડ ટુલ કીટ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે

ખેડુતોએ પોતાની પસંદગી મુજબના સાધનોની યાદી તૈયાર કરી ૩૧ ઓગષ્ટ સુધી આઈ- ખેડૂત પોર્ટલ ચાલુ

રાજકોટ, તા.૫ : રાજકોટ જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રી આર.આર.ટીલવાની યાદીમાં જણાવ્યા અનુસાર, નાણાંકીય વર્ષ-૨૦૨૦-૨૧ અંતર્ગત રાજયના સીમાંત ખેડુતો (એક હેકટર સુધીની જમીન) અને ખેતમજુરોને સ્માર્ટ હેન્ડ ટુલ કીટ કે જેમાં અરજદારશ્રી પોતાની પસંદગી મુજબના સાધનો ખરીદી કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા તા.૩૧/૦૮/૨૦૨૦ સુધી આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. રાજયના સીમાંત ખેડુતો અને ખેતમજુરોને અધ્યતન સાધનોવાળી સ્માર્ટ હેન્ડ ટુલ કીટ આપવામાં આવે તો તેમને ખેતી કામ કરવામાં સરળતા ઉપરાંત સમયસર ખેતી કાર્ય થાય, ખેત ઉત્પાદન વધી શકે.

જેથી ઉપરોકત દ્યટકમાં લાભ લેવાની ઇચ્છા ધરાવતા રાજકોટ જિલ્લાના સીમાંત ખેડુત ખાતેદારો અને ખેતમજુરોએ જરૂરી સાધનિક કાગળો જેવા કે સીમાંત ખેડુત માટે ૮-અ ની નકલ, ખેત મજુર હોવા અંગેનો તલાટીનો દાખલો અથવા શ્રમ અને રોજગાર વિભાગનુ પ્રમાણપત્ર/ઓળખકાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ(ખેત મજુર માટે), સંયુકત ખાતેદાર ખેડુત/ખેતમજુરના કિસ્સામાં કુટુંબના સભ્યોનુ સંમતિ પત્રક, સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટની યાદી પૈકી અરજદારની પસંદગી મુજબના સાધનોની યાદી તૈયાર કરી આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવા જણાવવામાં આવે છે.

આ હેન્ડ ટુલ કીટમા સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો, ઓટોમેટીક ઓરણી(૧ હાર), વ્હીલ બરો, ફ્રુટ કેચર(વેડો)૨ નંગ, ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાંટર, પેડી વિડર, પેડી પેડલ થ્રેશર, કોયતા, સુગરકેન બડ કટર, પ્રુનિંગ શો, અનવિલ ટ્રી બ્રાંચ લુપર, એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલ હો(ડબલ વ્હીલ), મેન્યુઅલ પેડી સીડર જેવા સાધનોનો સમાવેશ કરવામા આવેલ છે. તો વધુ થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે, તેમ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.(

(11:37 am IST)