Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

એક યુવા એક વૃક્ષ કાર્યક્રમ અંતર્ગત

કોટડાપીઠાના કરણુંકી ગામે ૧પ૦ વૃક્ષોનું યુવાનો દ્વારા વૃક્ષારોપણ

કોટડાપીઠા તા. પ :.. બાબરા તાલુકાનાં કોટડાપીઠા બાજુનાં કરણુંકી ગામે 'એક યુવા એક વૃક્ષ' સૂત્ર અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ગામમાંથી  પસાર થતા રોડની બંને બાજુ તથા ગામની પ્રાથમિક શાળામાં એમ મળી કુલ ૧પ૦, જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતાં.

અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેર પર્સન શ્રીમતી મીનાબેન કોઠીવાળ, બાબરા તાલુકાનાં ટીડીઓ કટારીયા, તાલુકા પંચા. પ્રમુખ ધીરૂભાઇ વહાણી, આ વિસ્તારનાં સામાજીક અગ્રણી, પ્રભાતભાઇ, સી. આર. સી. મધુભાઇ, બી. આર. સી.નાં પ્રતિનિતિત્વ તરીકે સંજયભાઇ અને વિજયભાઇ, શાળાનાં આચાર્ય દિપકભાઇ તથા સમગ્ર સ્ટાફ તેમજ પાનસડા આચાર્ય યોગેશભાઇ અને સ્ટાફ પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતાં. વૃક્ષ તેમજ તેમની રક્ષા માટેનાં પીંજરા માટે કરણુંકી પ્રાથ. શાળાનાં તમામ શિક્ષકોએ પાંચ - પાંચ હજાર તેમજ હંમેશા શાળાનાં દરેક કાર્યમાં આર્થિક યોગદાન આપનાર કિરીટસિંહ વાળા જયઅંબે એનર્જી પ્રા. વી. તરફથી રપ૦૦૦ રૂપિયાનું યોગદાન મળેલછે. આ વૃક્ષરોપણ કાર્યક્રમમાં ગામ લોકો ત્થા ગામનાં યુવાનો પણ સહભાગી બન્યા હતાં.

દરેક યુવાનોએ એક વૃક્ષની જાળવણી કરી 'એક યુવા એક વૃક્ષ' નાં સ્લોગનને સાકાર કરશે. એવી બાંહેધરી આપી હતી, આ વૃક્ષનાં ઉછેરથી બાબરા તાલુકાનાં કરણુંકી ગામની રોનક વિશેષ રીતે વધી જશે એ વાત ચોકકસ છે.

(11:36 am IST)