Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સુરેન્દ્રનગર જિ.ના ૪૯ પરિવારોને વ્હાલી દિકરી યોજનાના મંજુરી આદેશ અપાયા

સુરેન્દ્રનગર,તા.૫: સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે મહિલા સશકિતકરણ પખવાડિયાની પ્રત્યક્ષ તથા પરોક્ષ સુરક્ષા માર્ગદર્શિકા તેમજ સ્વાસ્થ્ય  સલામતીને ધ્યાને લઇ મહિલા અને બાળ વિકાસ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા તથા તાલુકાના વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, મહિલા શકિત કેન્દ્ર તથા ફિલ્ડઓફીસરના સહીયારા પ્રયત્નથી સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે .જે અન્વયે જિલ્લાના ૪૯ પરીવારોને વ્હાલી દિકરી યોજનાના મંજુરી આદેશ એનાયત કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા સશકિતકરણ પખવાડિયાના બીજા દિવસે  સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા કક્ષાએ વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, મહિલા શકિત કેન્દ્ર તથા તાલુકા કક્ષાએ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો અને તાલુકા પી.બી.એસ.સી દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારમાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીના ઘરે મુલાકાત કરીને વ્હાલી દિકરી યોજનાના ફોર્મ ભરી મંજુરી આદેશો આપવામાં આવ્યા હતા તેમજ લાભાર્થીઓના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા.

મહિલા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત સુરક્ષા દિવસ, આરોગ્ય દિવસ, દિકરી દિવસ, સ્વાવલંબન દિવસ, નેતૃત્વ દિવસ, કૃષિ દિવસ, શિક્ષણ દિવસ, બાળપોષણ જાગૃતિ કાર્યક્રમ, કર્મયોગી તાલીમ, કાનુની જાગૃતિ, શ્રમજીવી દિન તથા શારિરીક સૌષ્ઠવ દિવસની ઉજવણી કરવામાં આવશે.

(11:31 am IST)