Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ઉનાના નાથડમાં જુગાર રમતા ૬ શખ્સો ૧૬૧૩૦ રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. પ : તાલુકાના નાથડ ગામે પૈસાની હારજીતનો જુગાર રમતા ૬ શખ્સોને ૧૬૧૩૦ રોકડ સાથે પોલીસે પકડી પોલ હતાં.

પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ઉનાના હેડ પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઇ રામસિંગભાઇ ઝાલા તથા સ્ટાફે નાથડ ગામે તળાવની બાજુમાં જાહેર જગ્યાએ રેડ કરતા પૈસાની હારજીતનો જુગાર રમતા બાબુભાઇ બોઘાભાઇ ચુડાસમા, મેરૂ બાલાભાઇ ગઢીયા, ભૂતપભાઇ પુંજાભાઇ પામક, રાજા નારણ પરમાર, દેગણ નગાજણ ગઢીયા, રે. નાથડ તા. ઉના , ભરત જેસા ભાલીયા રે. ગરાળ વાડી વિસ્તાર વાળાને રોકડા રૂપિયા ૧૬૧૩૦ સાથે પકડીપ ાડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:28 am IST)