Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ગારીયાધારના બેલા રોડે કચરાના ગંજ અનેક વખત રજૂઆત છતા તંત્ર બેધ્યાન!!

ગારીયાધાર તા. પ :.. ગારીયાધાર નગરપાલીકા હસ્તકના સોલીન વેસ્ટ પ્લાન સુધીનો પાકો રસ્તો બનાવવા અને કચરાનો યોગ્ય નિકાલ લાવવા સ્થાનીક ખેડૂતોઅને રહિશો દ્વારા નગરપાલીકા ખાતે લેખીતમાં રજૂઆત કરાય.

ગારીયાધાર શહેરના જુના બેલા રોડ ઉપર નગરપાલીકા દ્વારા શહેરનો તમામ કચરો વેસ્ટ પ્લાન્ટ ખાતે નાખવામાં આવે છે. નવાગામ રોડથી વેસ્ટ પ્લાન્ટ સુધીનો ર થી ૩ કિ. મી. સુધીનો માર્ગ કાચો હોવાને કારણે ચોમાસાની વરસાદની સિઝનમાં ભારે ગંદકી ભર્યા બને છે. આ માર્ગ પર અહીંના સ્થાનીક રહિશો અને ખેડૂતોનું કાયમી ધોરણે આવન - જાવન રહેતું હોવાથી તેમજ નગરપાલીકાના કચરા ઠલવવા આવતા વાહનોને કારણે આ કાચો માર્ગ લોકોને ઉપયોગમાં આવે તેઓ બિનઉપયોગી બન્યો છે. આ બાબતે નગરપાલિકા ખાતે અને  ધારાસભ્યને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે.  તેમ છતાં જેની દરકાર લેવામાં આવી નથી.

આ કચરા સાથે શહેરના મરેલા પશુઓ તંત્રના કર્મચારીઓ દ્વારા મનફાવે તેવી જગ્યા પર ઠાલવીને જતા રહે છે. જેના કારણે અહીં ગંદકી વિસ્તારમાં ભારે દુગર્ધ ફેલાતી હોવાથી લોકો તોબા પોકારી ઉઠયા છે. વેસ્ટ પ્લાન્ટ બંધ રહેવાને કારણે અહીંનો પડેલો વેસ્ટ પ્લાસ્ટીક ઉડી ઉડીને ખેતરમાં જવાથી ખેતી અને પર્યાવરણને ગંભીર નુકશાન કરી રહ્યું છે.

ગારીયાધાર નગરપાલીકાના પ્રમુખ અને ધારાસભ્ય અમારી આ માગણી ધ્યાને લઇ વહેલી તકે નિરાકરણ લાવે તેવું અહીંના લોકો ઇચ્છી રહ્યા છે.

(11:28 am IST)