Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ચોટીલામાં જુગાર રમતા ૨૦ ઝડપાયા સવા બે લાખનો મુદ્દામાલ જપ્ત : એલસીબીની કાર્યવાહી

ચોટીલા,તા.૫: થોડા દિવસ પહેલા જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોટીલા પોલીસને અંધારામાં રાખી હાઇવે ઉપર ચાલતા જુગાર ઉપર દરોડો પાડી એક લાખની માલમત્ત્।ા ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગયેલ હતી અને રૂપાવટી(રાજાવાડ) અને મઘરીખડા વાડી વિસ્તારમાં જાહેરમાં ટોળે વળી જુગાર રમતા ૨૦ લોકોને રૂ. સવા બે લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

જાણવા મળતી વિગત મુજબ ચોટીલા શહેર અને તાલુકામાં શ્રાવણી જુગારની મોસમ પુર બહારમાં ખીલેલ છે. અનેક લોકો કોરોના, લોકડાઉન અને ધંધામાં મંદીને કારણે જુગાર રમાડવાનાં વ્યવસાય તરફ વળેલા છે. ત્યારે પોલીસ માટે જુગારના દુષણને ડામવાનું પડકાર જનક બની રહેલ છે.

ગઇ કાલે પેટ્રોલીંગમાં રહેલ પોલીસ ને જુગાર રમાતો હોવાની બાતમી મળતા રૂપાવટી (રાજાવાડ) ગામની સીમમાં શૈલેષ દેવાભાઇ વાઘણીની વાડી પાસે ટોળુ વળી જુગાર રમતા ૮ ઈસમોને પકડી પાડેલ છે જેમા વિનુ દાનાભાઇ વાઘાણી, હરેશ મહેશભાઇ ખાવડુ, અરવિંદ ઉર્ફે છેલા ભાવેશભાઇ મકવાણા, જોગા વાઘા વાઘાણી, શૈલેષ દેવાભાઇ વાઘાણી, ચંદ્રેશ ભુપતભાઈ અજાડીયા, સતિષ ઠાકરસીભાઇ ભામાણી, વિપુલ બાબુભાઇ વાદ્યાણી ને રૂ. ૩૧૪૦/- રોકડા, બાઇક ૧ અને મોબાઇલ મળી કુલ રૂ. ૨૯૧૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

જયારે બીજો દરોડો મઘરીખડા ગામના વાડી વિસ્તારમાં દિનેશ મોહનભાઇ મકવાણા ની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા સંજય હિરાભાઇ અણીયારીયા, દિનેશ મોહનભાઇ મકવાણા, પ્રવિણ જીવણભાઇ ડાભી, હરેશ પ્રેમજીભાઇ મકવાણા, તેજા સોમાભાઇ ડાભી, પ્રવિણ ધીરૂભાઈ જાંબુકિયા, હરેશ ધીરૂભાઈ જાંબુકિયા, હરેશ દેવશીભાઇ વનાણી, હરેશ જીવણભાઇ ડાભી, હાર્દીક પ્રભુ ભાઇ ડાભી, માનસંગ જીવણભાઇ કરેલીયા, રે બધા મઘરીખડા સાથે ડાહ્યાભાઇ કોળી રે. મોટા કાંધાસર વાળાને રૂ.૩૪૧૭૦/-રોકડા મોબાઇલ અને ૧૦ મોટરસાઇકલ મળી કુલ રૂ. ૧.૯૬.૧૭૦ નાં મુદ્દામાલ સાથે પકડી જુગારધારા મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે

આ દરોડામાં ચોટીલા પોલીસનાં વિજયસિંહ ચૌહાણ, વિભાભાઇ ઘીયડ, દિનેશભાઈ ગોહિલ, અબ્દુલભાઇ દરવાડીયા, દિપકભાઇ સહિતનો સ્ટાફ રહેલ હતો.

(11:26 am IST)