Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને રૂદ્રાક્ષ શ્રૃંગારઃ પાલખીયાત્રા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના શિવમંદિરોમાં ભાવિકોનો મહાસાગર છલકાયો

શ્રી સોમનાથ મહાદેવને કાલે લાલ વસ્ત્રોનો શૃંગાર કરવામાં આવેલ ૫૧ કીલ્લો વિવિધ પુષ્પોના હાર અને લાલ વસ્ત્રોથી શુશોભીત ભગવાન સોમનાથના આ સ્વરૂપના દર્શન કરી ભકતો શ્રાવણ સોમવારની પૂર્વ સંધ્યાએ ધન્ય બન્યા હતા.

રાજકોટ તા.૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાવણ મહિના નિમિતે શિવમંદિરોમાં ભાવિકોનો મહાસાગર ઉમટ્યો છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે અરબી સમુદ્રના કાંઠે બિરાજમાન જગવિખ્યાત સોમનાથ મહાદેવના દર્શનાર્થે યાત્રાધામમાં શિવ ભકતોનો માનવ મહાસાગર છલકાયો છે મંદિર બહાર દર્શનાર્થીઓની દોઢેક કી.મી. લાંબી કતારો લાગી હતી. સોમનાથ મહાદેવની શ્રાવણ માસના પ્રથમ સોમવારની સવારની દિવ્ય પ્રાતઃ આરતી અને દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.

શ્રી ઘેલા સોમનાથ મહાદેવ,શ્રીજડેશ્વર મહાદેવ સહિત અનેક શિવાલયોમાં ભાવિકોની ભીડ જામી છે.

શ્રીસોમનાથ મહાદેવ

વેરાવળ-પ્રભાસપાટણઃ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી ઝર મર વરસાદમાં પલળતા લોકોનો સોમનાથ  મંદિર તરફ જોવા મળેલ હતા અને લાલવસ્ત્રોના શૃંગાર અને આરતીનો લાભ લીધો હતો.

આજે સોમવારે મંદિર સવારનાં ૪ કલાકે ખુલ્યુ હતુ પ્રાંતઃમહાપૂજાનો પ્રારંભ સવારે ૭.૧૫ થી ૭  સુધી પ્રાતઃ આરતી સવારે ૭ કલાકે, મહામૃત્યુંજયજ્ઞ સવારે ૭.૩૦ કલાકે સવાલાક્ષ નિલ્વપૂજાનો પ્રારંભ સવારે-૮ કલાકે, પાલખીયાત્રા સવારે ૯.૧૫ કલાકે, મધ્યાન્હ મહાપૂજા ૧૧ થી ૧૨, મધ્યાન આરતી ૧૨ થી ૧૨.૧૫, શૃંગાર દર્શન ૫ થી ૯ દિપમાળા ૬.૩૦ થી ૮ અને આરતી ૭ થી ૭.૨૦ અને રાત્રીના પથીકાશ્રમમાં આવેલ ધોટરપ્રુફ ડોમમાં સાસંકૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.

વેરાવળ મહિલા મંડળ દ્વારા સુંદર કાંડનું આયોજન કરેલ છે તેમજ પાલખી યાત્રા સવારના ૯,૧૫ કલાકે કાઢવામાં આવશે જે ભગવાન મંદિર પરીસરમાં નગર ચર્ચાઓ નિકળશે તેમજ સવાર, બપોર અને સાંજે આરતી થશે સાંજના સમયે સોમવારના ભગવાન ભોલા નાથને રૂદ્રાક્ષનો શૃંગાર કરવામાં આવશે.

સોમનાથ મહાદેવના દર્શને રવિવારથી લોકો પગપાળા અને વાહનો દ્વારા આવવાનો પ્રવાહ શરૂ થયેલ છે અને આ પગપાળા ચાલીને આવતા યાત્રીકો માટે સોમનાથ મંદિરની સામે પથીકાશ્રમના ગ્રાઉન્ડમાં વિશાલ ડોમ બનાવવામાં આવેલ છે જેમાં વિશ્રામ કરશે અને મંદિર વહેલી સવારે ૪ કલાકે ખૂલતાની સાથે મોટી લાઇનો અને આ દર્શનનો પ્રવાહ સવારના ૪ થી રાત્રીના ૧૧ સુધી ચાલુ રહેશે તેમજ પોલીસ અધિકારીમાં, એસ.આર.પી, જી.આર.ડી.ના ભાઇઓ બહેનો અને સોમનાથ ટ્રસ્ટના સીકયુરીટી દ્વારા સખત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

શ્રાવણ માસે યાત્રીકોના ઘસારાને ધ્યાને રાખી અને વિશેષ પ્રસાદ, ગંગાજળ, પૂજાવિધિ-કલોકરૂમ-જુનાઘર સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે યાત્રીકો માટે શ્રી હરીહર પ્રસાદ સેવા કેન્દ્ર ખાતેથી ભકતોને નિઃશુલ્ક બુંદી તથા ગાઢીયાનું વિતરણ કરવામાં આવશે.

(12:20 pm IST)