Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

ખંભાળિયામાં બાઈક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ :બંને બાજુ પોલીસ સ્ટેશન છતાં બાઇકચોરી ફરાર

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બાઈક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ થઈ છે. ખંભાળિયાના શ્રીજી શોપિંગ સેન્ટરમાંથી વહેલી સવારે બાઈક ચોરી થઈ છે. આ બાઈકચોર શખ્સ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો છે. જે સ્થળેથી બાઈકની ચોરી થઈ તેની બંને તરફ તદ્દન પાસે પોલીસ સ્ટેશન આવેલા છે.જયારે  બેક સાઈડમાં એસ.પી.ઓફિસ પણ છે. ત્યાં બે પોલીસ કોમ્બિંગ પોઈન્ટ પણ છે. તેમ છતાં બાઈકચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

(6:45 pm IST)