Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

જામનગર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ બાદ દારૂના અડ્ડાઓ પર તવાઈ

હેડક્વાર્ટરમાં તમામ ડિવિઝનના 400 જેટલા સ્ટાફને એકત્ર કરાયો :અલગ અલગ ટુકડી બનાવી દારૂના અડ્ડા પર ધોંસ બોલાવી

જામનગર પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ઝુંબેશ બાદ દારૂ નાં અડ્ડાઓ પર તવાઇ બોલાવાઈ છે શહેરના અલગ અલગ સ્થળોએ પોલીસે ટુકડીઓ બનાવી રેડ કરીને દેશી દારૂનાં જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

  જામનગર પોલીસ દ્વારા શહેરનાં પોલીસ હેડકવાટર્ર ખાતે સીટી ડીવીઝન , બી ડીવીઝન તેમજ સી ડીવીઝન ની ૪૦૦ જેટલા પોલીસ સ્ટાફને એકઠા કરવામાં આવ્યા હતા.

  જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ ના માર્ગદર્શન મુજબ ડીવાયએસપી બી સૈયદની સુચના થી અલગ અલગ ડીવીઝન અને એલસીબીનાં પીઆઈ ની અલગ અલગ ટીમ બનાવી શહેરના પાણાખાણ, ગુલાબનગર, બેડેશ્વર, બાવારીવાસ જેવા અનેક અલગ અલગ સ્થળો પર અલગ અલગ પોલીસ ટીમ દ્વારા રેડ પાડી દેશી દારૂ ની કોથળીઓ અને આથો (વોશ) ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ફિલ્મી ઢબે એક સમયે અલગ અલગ સ્થળો પર દેશી દારૂ નાં દરોડાઓ પાડી દેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

(1:20 pm IST)