Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

દામનગરમાં ૯ લાખ લીટરની ક્ષમતા વાળો પાણીનો સંપ તૂટી પડયો : ધડાકાભેર ફાટેલા ટાંકાને કારણે ગામમાં અફડાતફડીનો માહોલ

દામનગર : દામનગર શહેર આ પાણી પુરવઠા બોર્ડની કચેરી કમ્પાઉન્ડમાં આવેલ ત્રણ સંપ પૈકી એક નંબરનો સંપ ધડાકા ભેર તૂટી પડયો હતો.

કાળુભાર પાણી પુરવઠા યોજના હેઠળની વિશાળ સંકુલ ધરાવતી કચેરીમાં એક એક લાખ લીટરની સંગ્રહ શકિત ધરાવતા ઓવર હેડ પણ પડયા ની રાહમાં છે બાજુમાં મોટી રહેણાંક વસાહત માટે ખતરા રૂપ ઓવર હેડ પણ પડુ પડુ થઇ રહ્યા છે.

અચાનક નવ લાખ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતો સંપ ધડાકા ભેર તુટતા અફડાતફડી જોવા મળી સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ પણ આ સંપ અને ઓવર હેડ એકદમ રેઢી અવસ્થામાં આટલી મોટી પાણી પુરવઠા બોર્ડ કચેરીને કોઇ કમ્પાઉન્ડ નથી કોઇ દેખરેખ નહિ દામનગર સહિત વીસથી વધી ગ્રામ્યની પાણી પુરવઠો પહોંચાડતી કચેરી સંપૂર્ણ રેઢી રહે છે. સમગ્ર કચેરીમાં દરેક ઇમારત જોખમી દેખરેખ અભાવે મોટી દુર્ઘટના પહેલા તંત્ર જાગે તે જલ્દી છે તેમ લોક ચર્ચા થઇ રહી છે.

(11:58 am IST)